ધીરજાખ્યાન
કડવું – ૫૯
વળી કહું એક જયદેવજીની વાતજી, સાંભળ્યા સરખી છે સારી સાક્ષાતજી
જેને ઘેર1 પદ્માવતી વિખ્યાતજી, કરે હરિભક્તિ દોય દિવસ ને રાતજી
રાત દિવસમાં રાગે કરી, ગાય ગોવિંદગીત પ્રીતે કરી ॥
જાચી લાવે અન્ન તેહ જમે, આપે ભૂખ્યા જનને ભાવે કરી ॥૨॥
બ્રાહ્મણ ને વળી ભક્ત હરિના, જાણી શિષ્ય થયાં કંઈ જન ॥
એમ કરતાં ક્યારેક કાળ પડ્યો, જડે નહિ જાચતાં અન્ન ॥૩॥
પછી જયદેવ ચાલ્યા જાચવા, શિષ્ય પાસેથી જાચ્યું ધન ॥
તે લઈ આવતાં વાટમાં, મળ્યા મારગમાં દુરિજન2 ॥૪॥
આવતાં ઓળખી એહને, જયદેવે વિચારી વાત ॥
આપું ધન તો તન ઊગરે, નહિ તો થાશે બેઉની ઘાત ॥૫॥
કટાણે ને કઠેકાણે, તક જોઈ આવ્યા છે તેહ ॥
જરૂર મારશે જીવથી, એ વાતમાં નહિ સંદેહ ॥૬॥
એમ જયદેવે વિચારી જીવમાં, આપી દીધું રાજી થઈ ધન ॥
ત્યારે ચારે ચોરે વિચારિયું, કાંઈક કપટ છે એને મન ॥૭॥
માટે મારી નાખો એહને, તો જરે3 આ સઘળો માલ ॥
ત્યારે એક કહે કાપો હાથ પગને, એની મેળે મરશે બેહાલ ॥૮॥
પછી હાથ પગ કાપી હાલિયા, મહાપાપીને નહિ મે’ર ॥
તિયાં આવ્યો એક નૃપતિ, વે’લ્યે બેસારી લઈ ગયો ઘેર ॥૯॥
પછી રાજાએ એને ઓળખ્યા, જાણ્યા ભક્ત આ તે જયદેવ ॥
નિષ્કુળાનંદના નાથના વા’લા, જાણી કરે છે બહુ સેવ ॥૧૦॥
The Story of Jaydev
The story of Jaydev is narrated by Nishkulanand Swami in Kadavu 59 and 60. The brief story is as follows:
Jaydev was a forgiving soul. His wife’s name was Padmavati. The couple was devout and sang songs of God day and night. They begged for food and ate what they god. They also gave away food to the hungry. Many people became their disciples because of their benevolent nature.
Once, a famine struck and they could not find food to eat. Jaydev went to beg from his disciples and got some money. He approached four thieves on the way back. Jaydev recognized them as thieves and thought to himself that the only way to save himself is to give the money away to save both of our lives. He gladly gave the money to the thieves.
The thieves thought Jaydev must have some ill intentions as he readily gave away the money. They cut off his hands and feet. A king’s soldier found Jaydev and took Jaydev home. The king recognized him as the great devotee and nursed him back to health. The king became his disciple. The famine was now over. (It is believed the king employed Jaydev as his minister.)