ધીરજાખ્યાન
કડવું – ૧૦
નથી હરિજનને ધીરજ સમ ધનજી, કામ દામ આવે એ1 દોયલે દનજી2
જ્યારે જન કરે હરિનું ભજનજી, તેમાં બહુ આવે વિપત વિઘનજી
વિઘન આવે વણ ચિંતવ્યાં, સુર અસુર ને નર થકી ॥
જોખમ ન થાય જન જેમ, તેમ વાત કરવી નકી ॥૨॥
આદ્ય અંતે મધ્ય માંય, ભક્તે સુખ શું શું ભોગવ્યું ॥
સહી સંકટ ભજ્યા શ્રીહરિ, એમ ચારે જુગમાંયે ચવ્યું3 ॥૩॥
ભક્ત થાવું ભગવાનનું, રાખી વિષયસુખની આશ ॥
બેઉ કામ ન બગાડિયે, થાઈએ ખરા હરિના દાસ ॥૪॥
અતિ મોટું કામ આદરી, વળતો કરિયે વિચાર ॥
એ તો અરથ આવે નહિ, વળી ઠાલો ખોવાય કાર4 ॥૫॥
કાર જાયે ને કામ ન થાયે, વળી જાયે ખાલી ખેપ5 ॥
એવું કામ આદરતાં, કહો કેને આવ્યું ઠેપ6 ॥૬॥
માટે તાવે7 ઘાવ જેમ ઘણના, ઘણા લગાડે છે લુહાર ॥
તક ચૂકે જો તા તણી,8 તો સાંધો ન થાયે નિરધાર ॥૭॥
જોને મોરે જેવું એ મોંઘુ હતું, એવું મોંઘુ નથી જો આજ ॥
પ્રહલાદની પેઠે આપણને, નથી કસતા મહારાજ ॥૮॥
પેખો9 ભક્ત પ્રહલાદને, જે જે પડિયાં એને દુઃખ ॥
વેઠી બહુ કહું વિપત્તિ, રહ્યા હરિની સનમુખ ॥૯॥
એકાએક વિવેકે ટેક, એવું કામ એણે આદર્યું ॥
નિષ્કુળાનંદ કે’ નાથે તેનું, ઘણું ઘણું ગમતું કર્યું ॥૧૦॥