ધીરજાખ્યાન

કડવું – ૨૫

માગો હરિશ્ચંદ્ર આપું તુજનેજી, તમથી વા’લું નથી બીજું મુજનેજી

તમને પીડ્યા સુણી સુરેશની ગુજનેજી,1 ઘટે એવું કામ કરવું અબુજનેજી2

અબુજ એવું કામ કરે, જેને ડર નહિ હરિતણો ॥

માટે માગો મુજ પાસથી, હું તો રાજી થયો ઘણો ॥૨॥

ત્યારે હરિશ્ચંદ્ર બોલિયા, ધન્ય તમે થયા પ્રસન્ન ॥

એથી અધિક બીજું નથી, મને સર્વે મળ્યો માલ ધન ॥૩॥

એમ કરતાં હોય આપવું, તો માગું છું મારા શ્યામ ॥

અમે અમારી રૈયત3 સહિત, રાખો તેડી તમારે ધામ ॥૪॥

ત્યારે વિષ્ણુએ એ વર આપિયો, આપ્યો વૈકુંઠે તમને વાસ ॥

એહ વાત હરિશ્ચંદ્રની કહી, સહુ સુણી લેજો હરિદાસ ॥૫॥

એવી ભક્ત આદરવી ખરી, જાણો જેવી હરિશ્ચંદ્રે કરી ॥

તેહ વિના તન મન તાને, નથી રીઝતા શ્રીહરિ ॥૬॥

કાલાવાલાનું4 કામ નથી, આ તો શીશ સાટાની વાત છે ॥

તેહ વિના કોઈ કરે વલખાં,5 તે તો કાળી કામળિયે ભાત છે ॥૭॥

જેમ હવા ખાવાનું સુણી હૈયાટળ,6 ચાલે કોઈ ચપણ7 લઈ ॥

પણ પેટ ભર્યાનાં છે પાંપળાં,8 તે જાલમ9 નર જાણે નઈ ॥૮॥

જેમ કાની10 કોટે11 ઘાલી ગાળિયું, જઈ સૂતી સોડ તાણીને ॥

મનમાં જાણે હું મરી ગઈ, એવું કામ ન કરવું જાણીને ॥૯॥

શીદ ત્રોડી સંસારથી, રહેવું હતું ઘરમાંય ગરી ॥

નિષ્કુળાનંદ કહે મૂવા પછી, જે જે થાત વાત તે ખરી ॥૧૦॥

 

The Story of Harishchandra - Part 8

“Oh! Harishchandra. Ask for anything and I will give it to you. Nothing is more dear to me than you. Hearing your suffering, Indra makes a plea (to release you from your misery). Only the wicked would do such a thing for they do not fear God. Therefore, ask me for anything. I am pleased with you.”

Harishchandra replied, “I am fortunate you are pleased. There is nothing greater than attaining you as you are the wealth. If you are willing to give, then I ask that we, along with my subjects, reside in your abode.”

Nishkulanand Swami then praises Harishchandra’s strength amidst suffering.

કડવું 🏠 home
કડવું ૧ ★ કડવું ૨ કડવું ૩ કડવું ૪ પદ ૧: ભક્ત થાવું રે ભગવાનનું... ★ કડવું ૫: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૬: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૭: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૮: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૨ કડવું ૯: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૦: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૧: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૨: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૩: ભક્ત સાચા ભગવાનના... કડવું ૧૩: ધ્રુવનું આખ્યાન કડવું ૧૪: ધ્રુવનું આખ્યાન કડવું ૧૫: ધ્રુવનું આખ્યાન કડવું ૧૬: ધ્રુવનું આખ્યાન પદ ૪ કડવું ૧૭: ધ્રુવનું આખ્યાન કડવું ૧૮: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૧૯: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૦: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૫: સત્યવાદી સંત સંકટને સહે... કડવું ૨૧: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૨: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૩: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૪: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૬ કડવું ૨૫: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૬ કડવું ૨૭: રંતિદેવનું આખ્યાન★ કડવું ૨૮: રંતિદેવનું આખ્યાન★ પદ ૭: કઠણ કસોટી મોટી મહારાજની... કડવું ૨૯: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૦: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૧: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૨: મયૂરધ્વજનું આખ્યાન ★ પદ ૮ ★ કડવું ૩૩: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૪: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૫: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૬: ઋભુરાયનું આખ્યાન પદ ૯: દોયલું થાવું હરિદાસ રે સંતો... કડવું ૩૭: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૮: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૯ કડવું ૪૦: જનક રાજાનું આખ્યાન પદ ૧૦: શીદને રહિયે રે કંગાલ રે સંતો... કડવું ૪૧: નળ રાજાનું આખ્યાન કડવું ૪૨: નળ રાજાનું આખ્યાન કડવું ૪૩: નળ રાજાનું આખ્યાન કડવું ૪૪: નળ રાજાનું આખ્યાન પદ ૧૧: કરિયે રાજી ઘનશ્યામ રે સંતો... કડવું ૪૫: અંબરીષ રાજાનું આખ્યાન કડવું ૪૬: વિભીષણનું આખ્યાન કડવું ૪૭: સુધનવાનું આખ્યાન કડવું ૪૮ પદ ૧૨: ધીરજ સમ નહિ ધન રે સંતો... કડવું ૪૯: જડભરતનું આખ્યાન કડવું ૫૦: જડભરતનું આખ્યાન કડવું ૫૧: શુકદેવનું આખ્યાન કડવું ૫૨: નારદમુનિનું આખ્યાન પદ ૧૩: સાચા સંતે અત્યંત રાજી... કડવું ૫૩: સનકાદિકનું આખ્યાન કડવું ૫૪: જાજળી ઋષિનું આખ્યાન કડવું ૫૫: અરુણી/ઉપમન્યુ આખ્યાન કડવું ૫૬ પદ ૧૪: સાચા ભક્તની રીત સર્વે... કડવું ૫૭: મુદ્‌ગલ ઋષિનું આખ્યાન કડવું ૫૮ કડવું ૫૯: જયદેવનું આખ્યાન★ કડવું ૬૦: જયદેવનું આખ્યાન★ પદ ૧૫: ક્ષમાવંત સંત અત્યંત સુખ... કડવું ૬૧ કડવું ૬૨ કડવું ૬૩ કડવું ૬૪ પદ ૧૬: ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને... પદ ૧૭: આજ આનંદ મારા ઉરમાં...