ધીરજાખ્યાન
કડવું – ૨૨
મળિયો મારગ ચાલિયા ચોંપેજી,1 પડે આખડે પગ પાછા ન રોપેજી
પોં’ચિયે કાશિયે તો સારું છે સહુપેજી,2 નવ પોં’ચિયે તો ઋષિ રખે કોપેજી
ઋષિ કોપ્યાની બીક રહે, રખે વાટે વહી જાય માસ ॥
આપે શાપ તો આપણે, એવો ત્રણેને મને ત્રાસ ॥૨॥
અન્ન વિના અચેત3 અતિ, ગતિ થોડી થોડી થાય છે ॥
અડવડતાં ને આખડતાં, ત્રણે ચાલ્યાં જાય છે ॥૩॥
સાંજ પડે સહુ સામટાં4 મળી, વળી વાત કરે ધીરજની ॥
સ્મરણ કરતા શ્રીહરિનું, એમ નિર્ગમે5 છે રજની6 ॥૪॥
સવારે સહુ થઈ સાબધાં,7 વળી ચાલે છે ચોંપે કરી ॥
રખે વીતી જાય વાયદો, એવી અંતરે ખટક8 ખરી ॥૫॥
લાંઘણે9 કરી લે લહેરિયાં,10 થયાં અન્ન વિના અચેત ॥
સૂકી ગયાં શરીરમાં, રાજા રાણી કુંવર સમેત ॥૬॥
તોય ટેક તજતાં નથી, કથી નથી કે’વાતી એની ધીર ॥
ઓછપ ન આણે અંતરે, સુખ દુઃખ ન માને શરીર ॥૭॥
એમ મહાદુઃખ પામ્યા મારગે, તેહ કે’તાં પણ કે’વાય નહિ ॥
ત્યારે તે પહોંચ્યાં કાશિયે, ઊભા ત્રણે તે ચોકે જઈ ॥૮॥
ત્યાં તો તૈયાર ઊભા હતા, ઋષિ વિશ્વામિત્ર જેનું નામ ॥
તૃણકોળી11 તે ઉપર ધરી, વળી વેચવાને કામ ॥૯॥
સાંજ પડી ગઈ શહેરમાં, ત્યારે આવ્યાં ઘરાક12 તે વેર13 ॥
નિષ્કુળાનંદ કહે નાણું દઈ, લઈ ગયાં પોત પોતાને ઘેર ॥૧૦॥
The Story of Harishchandra - Part 5
Finding a path, they walked briskly to reach Kashi. Lest they do not reach Kashi, the rishi will become wrathful. Fearful of the rishi’s wrath and curse, the three walk toward Kashi. However, without food, their speed is decreasing. At night, they rest and talk about being strong. They reflect on God and pass the night. In the morning, they start to walk again. They have become lifeless without food. Their bodies have become emaciated. Yet, they are not deterred and their forbearance cannot be described with words. They do not consider the suffering of their body.
Finally, they reach Kashi and stand at the square. Vishwamitra was already standing there. He was ready to sell them. Night had fallen in the city when the buyers came. They buyers bought them and took them to their respective homes.