ધીરજાખ્યાન
કડવું – ૩૭
વળી કહું વાત અનુપમ એકજી, સુણજો સહુ ઉર આણી વિવેકજી
કહું સત્યવાદી રાય શિબિની ટેકજી, મૂકી નહિ નૃપે મૂવા લગે છેકજી
છેક ટેક તજી નહિ, દિયે દેદેકાર1 કરી દાન ॥
જે જે માગે તે તે આપે તેને, બહુ કરી સનમાન ॥૨॥
ભૂખ્યો પ્યાસો કોઈ પ્રાણી આવે, માગે મનવાંછિત જે વળી ॥
આપે તેને આદરશું, આરત્ય2 વાણી સાંભળી ॥૩॥
તેણે જશ વાધ્યો આ જકતમાં, પરલોકે3 પડી ફાળ4 ॥
ઇન્દ્ર કહે લેશે આસન મારું, કરું કાંઈક રખવાળ ॥૪॥
પે’લી વે’લી પાળ બાંધિયે, તો રહે તળાવે તોય ॥
આવ્યે જળે જે આદરવું, તે કામ ન આવે કોય ॥૫॥
લાગી આગ્યે કોઈ કૂપ ખણે,5 તેણે ઓલાય નહિ અંગાર ॥
માટે મેલી ગાફલતા, વે’લો વે’લો કરવો વિચાર ॥૬॥
પછી શક્ર6 થયો શકરો,7 થયો હોલો તે હુતાશન8 ॥
આવ્યા બેઉ ઊડતા, જ્યાં બેઠા હતા રાજન ॥૭॥
કપોત9 ગર્યો આવી ગોદમાં, બેઠો શકરો સામો સુજાણ ॥
આપ્ય મારા તું આહારને, મારા ભૂખે જાય છે પ્રાણ ॥૮॥
ત્યારે શિબિ કહે સુણ શકરા, શરણે આવ્યો તે કેમ અપાય ॥
માગ્ય બીજું હોય મનમાં, જેણે કરી તારું દુઃખ જાય ॥૯॥
ત્યારે બાજ કહે બીજું જોઈતું નથી, જોઈએ છે ખાવાનું આ વાર ॥
નિષ્કુળાનંદનો નાથ નાથ કરી,10 આપ્ય માંસ એહ હોલાભાર ॥૧૦॥
The Story of King Shibi
King Shibi was a honest and noble king. He kept his word once he gave it, even if it meant his life. If any hungry or thirsty person came, he would fulfill their needs.
King Shibi’s fame spread far and wide. The devas residing in swarg-lok became worried that he might depose them of their position. Among them, Indra feared King Shibi may replace his position as the leader of the deities. He thought to himself about making Shibi fall from his honesty.
One day, Indra came disguised as a hawk and Agnidev as a dove to a tree where Shibi sat. The dove fell into Shibi’s lap and the hawk sat in front of Shibi. The hawk demanded Shibi to give him the dove as it is his prey. Shibi replied, “How can I give you the dove who is at my refuge? Ask me for something else.”
The hawk replied, “I do not want anything else. I just need my food right now. Either you give me the dove or you give me your flesh that weighs as much as the dove.”