ધીરજાખ્યાન
કડવું – ૬૩
હરિજનને છે એક મોટું જ્યાનજી, જો આવી જાયે અંગ અભિમાનજી
તો ન ભજાય કે દી ભગવાનજી, પંડ્ય પોષવા રહે એક તાનજી
તાન રહે એક પંડ્ય પોષ્યાનું, ખાનપાનને રહે ખોળતા ॥
મળે તો મહાસુખ માને, ન મળે તો નાસે આંખ્યો ચોળતા ॥૨॥
જેમ ભાંડ1 બાંડ2 ના’વે ભીડ્યમાં, કુલક્ષણાની જાણે કળા ॥
સો સો વાતે ના’વે સાંકડ્યે,3 વાદી વાદી4 નાસી જાય વેગળા ॥૩॥
એમ નર અભાગિયા, કરે કળ છળ હુન્નર5 હજાર ॥
અનેક રીતે આવવા વળી, ન દિયે અંગે અજાર ॥૪॥
કર્મવશ કોટિ કષ્ટ સહે, રહે રાત દિવસ રોસિવડો6 ॥
પણ સત્સંગમાં લેશ દુઃખ સહેતાં, જાય છે એનો જીવડો ॥૫॥
અણ અર્થે અભાગિયો, દુર્મતિ અતિ દુઃખ દ્યોત7 ॥
પ્રભુ ભજતાં પગ ન માંડે, જેમ બેઠો કટિયે8 કપોત9 ॥૬॥
કોટિ કોટિ શાસ્ત્ર સાંભળ્યા, વળી કોટિ કોટિ સાંભળશે ॥
અજ આવી ઉપદેશ દેશે, તોય ભૂલ્ય એની કાંઈ ટળશે ॥૭॥
ગુરુ સહસ્ર ઘણું ઘણું, સમઝાવે છે સર્વે મળી ॥
પણ પકડ્યું પૂચ્છ નરે ખરનું, નથી મૂકતો વણશેલ10 વળી ॥૮॥
આંટી પડી ઉરે અવળી, તે વાત ન સમઝે સવળી સહી ॥
ઝાલી ટેક ખાવા ઝેરની, તે મૂવા સુધી મૂકે નહિ ॥૯॥
મૂઠી વાળી જેમ મરકટે,11 ચપટી ચણાને કાજ ॥