ધીરજાખ્યાન
કડવું – ૧૮
જુવો હરિભક્ત થયા હરિશ્ચંદ્રજી, જેનું સત્ય જોઈ અકળાણો ઇન્દ્રજી
ત્યારે ગયો વિષ્ણુની પાસે પુરંદરજી,1 જઈ કહી વાત મારું ગયું મંદરજી2
મારું તો ઘર ગયું, આજ કાલે લેશે અવધપતિ ॥
એનું સત્યધર્મ નિ’મ જોઈને, હું તો અકળાણો અતિ ॥૨॥
એને દાને કરી ડોલિયું, મારું અચળ ઇન્દ્રાસન ॥
માટે રાખો કહું મુજને, હું આવ્યો શરણે ભગવન ॥૩॥
ત્યારે વિષ્ણુ એમ બોલિયા, તું બેસ સ્થાનક તાહરે ॥
નથી દેવું ઇન્દ્રાસન એને, એને રાખવો છે ધામ માહરે ॥૪॥
પછી તેને તાવવા3 સારુ, તેડાવ્યા વિશ્વામિત્રને ॥
હરિશ્ચંદ્રને સત્યથી પાડો, પમાડો દુઃખ નિરંત્રને4 ॥૫॥
ત્યારે વિશ્વામિત્ર કહે વિષ્ણુને, એમાં લાગે મને અપરાધ ॥
ત્યારે વિષ્ણુ કહે મારે વચને, નથી તમને કાંઈ બાધ ॥૬॥
જેણે વસિષ્ઠ સુત સો સંહાર્યા, એવા છે દિલના દયાળ ॥
તેને એ કામ કઠણ નથી, ઊઠી ચાલિયા તતકાળ ॥૭॥
પરને પીડા પમાડવા, જેને અંતરે નથી અરેરાટ5 ॥
સંકટ એ કેમ સહી શકશે, એવો નથી હૈયા માંહી ઘાટ ॥૮॥
મનમાં મે’ર મળે નહિ, વાણીએ વિપત્ય પાડે ઘણી ॥
કાયાએ રૂડું તે કેમ કરે, ધારો વિચારો તેના ધણી ॥૯॥
અવધપુરીએ આવિયા, હરિશ્ચંદ્ર રાયને ઘેર ॥
નિષ્કુળાનંદ હરિશ્ચંદ્રે પછી, પૂજા કરી બહુ પેર ॥૧૦॥
The Story of Harishchandra - Part 1
King Harishchandra was a noble and honest king. His honesty troubled Indra, who thought he would lose his reign over the deities (called Indrasan). He went to Vishnu for help. He said to Vishnu that he fears losing his position, he is troubled by his honesty, observance of morals, and giving nature. He pleaded to Vishnu to maintain his Indrasan. Vishnu told him not to worry as he does not want to give the Indrasan to Harishchandra. Instead, Vishnu wanted Harishchandra close him in his abode.
To put Harishchandra to the test, Vishnu called Vishwamitra and told him to cause Harishchandra misery and make him fall from honesty.
Vishwamitra said that he would incur an offence (from giving misery to a devotee of God).
Vishnu said by following his command, Vishwamitra would not incur an offence. For one who is so compassionate in heart to have killed Vishistha’s 100 sons (a sarcastic remark), this was an easy task. Vishwamitra set out immediately. He does not hesitate to afflict others with misery. He has no thoughts of how Harishchandra will be able to tolerate hardships. Vishwamitra came to Avadhpur (Ayodhya) where Harishchandra lived. Harishchandra received him with worship.