ધીરજાખ્યાન

કડવું – ૨૮

ફૂટ્યું જળ ઠામ કૂપ ઊંડો અપારજી, પ્યાસા રહ્યાં એહ રાજા સહિત ચારજી

પડ્યું દુઃખ એવું તોય પામ્યાં નહિ હારજી, વળતો રાયે એમ કર્યો વિચારજી

વિચાર કરી એમ બોલિયા, મળ્યું અન્ન કેટલેક દન ॥

ભલે આવ્યું અર્થ અભ્યાગતને, એમ કહી થયા પ્રસન્ન ॥૨॥

ત્યારે ટળી અઘોરી તર્ત થયા, ધર્મદેવ મૂરતિમાન ॥

માગ્ય માગ્ય રાજા મુજ થકી, આપું તને તે વરદાન ॥૩॥

ત્યારે રાય કહે ધન્ય ધન્ય ધર્મ, માગું રાજી થયા જાણી તમને ॥

સુખી રહે સહુ પ્રાણધારી, એની આવે પીડા અમને ॥૪॥

ત્યારે ધર્મ કહે પરની પીડા લિયે, તેને અંગે પીડા આવે નહિ ॥

એહ વિના વણમાગ્યે આપું છું, અવિનાશ ધામે વસશો જઈ ॥૫॥

ધન્ય એ રાયની ધીરજને, ધન્ય સત્યવાદી દયા ઘણી ॥

એવી અનાદિની રીત જોઈ જન, પછી વિચારવી રીત આપણી ॥૬॥

એના જેવી હોય આપણી, તો ઠરી1 બેસવું એહ ઠીક છે ॥

નહિ તો કસર કાઢવી, એહ જ રૂડો વિવેક છે ॥૭॥

પણ ખજિને2 ખોટ્ય ન આણવી, જાણવી એ પણ વાત ॥

બીજે બગડ્યે શું બગડે, એહ સમજવું સાક્ષાત ॥૮॥

બીજાં કામ તો કૈંક કર્યા, કેડે રાખ્યું એક કરવું કલ્યાણ ॥

એને સમઝું સમઝવું, એ પણ જાણ તે અજાણ3 ॥૯॥

આપે જમ્યા વિના આપણી, ભૂખ કહો કેમ ભાંગશે ॥

નિષ્કુળાનંદ કહે સાચું કે’તા, કોઈકને દુઃખ પણ લાગશે ॥૧૦॥

 

The Story of Rantidev - Part 2

The four remained thirsty after the beggar spilled the water, yet they did not lose hope. On the contrary, they spoke among themselves that the food they obtained unexpectedly came to use to a hungry person. As they said that, the mendicant transformed into Dharmadev. Pleased with the king, Dharmadev granted the king any boon he wished. Rantidev only asked that all the living beings in his kingdom suffer no more. Dharmadev said, “He who takes upon others’ suffering will not suffer.” Although the king did not ask, Dharmadev also granted him the bliss of heaven.

કડવું 🏠 home
કડવું ૧ ★ કડવું ૨ કડવું ૩ કડવું ૪ પદ ૧: ભક્ત થાવું રે ભગવાનનું... ★ કડવું ૫: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૬: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૭: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૮: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૨ કડવું ૯: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૦: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૧: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૨: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૩: ભક્ત સાચા ભગવાનના... કડવું ૧૩: ધ્રુવનું આખ્યાન કડવું ૧૪: ધ્રુવનું આખ્યાન કડવું ૧૫: ધ્રુવનું આખ્યાન કડવું ૧૬: ધ્રુવનું આખ્યાન પદ ૪ કડવું ૧૭: ધ્રુવનું આખ્યાન કડવું ૧૮: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૧૯: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૦: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૫: સત્યવાદી સંત સંકટને સહે... કડવું ૨૧: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૨: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૩: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૪: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૬ કડવું ૨૫: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૬ કડવું ૨૭: રંતિદેવનું આખ્યાન★ કડવું ૨૮: રંતિદેવનું આખ્યાન★ પદ ૭: કઠણ કસોટી મોટી મહારાજની... કડવું ૨૯: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૦: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૧: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૨: મયૂરધ્વજનું આખ્યાન ★ પદ ૮ ★ કડવું ૩૩: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૪: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૫: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૬: ઋભુરાયનું આખ્યાન પદ ૯: દોયલું થાવું હરિદાસ રે સંતો... કડવું ૩૭: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૮: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૯ કડવું ૪૦: જનક રાજાનું આખ્યાન પદ ૧૦: શીદને રહિયે રે કંગાલ રે સંતો... કડવું ૪૧: નળ રાજાનું આખ્યાન કડવું ૪૨: નળ રાજાનું આખ્યાન કડવું ૪૩: નળ રાજાનું આખ્યાન કડવું ૪૪: નળ રાજાનું આખ્યાન પદ ૧૧: કરિયે રાજી ઘનશ્યામ રે સંતો... કડવું ૪૫: અંબરીષ રાજાનું આખ્યાન કડવું ૪૬: વિભીષણનું આખ્યાન કડવું ૪૭: સુધનવાનું આખ્યાન કડવું ૪૮ પદ ૧૨: ધીરજ સમ નહિ ધન રે સંતો... કડવું ૪૯: જડભરતનું આખ્યાન કડવું ૫૦: જડભરતનું આખ્યાન કડવું ૫૧: શુકદેવનું આખ્યાન કડવું ૫૨: નારદમુનિનું આખ્યાન પદ ૧૩: સાચા સંતે અત્યંત રાજી... કડવું ૫૩: સનકાદિકનું આખ્યાન કડવું ૫૪: જાજળી ઋષિનું આખ્યાન કડવું ૫૫: અરુણી/ઉપમન્યુ આખ્યાન કડવું ૫૬ પદ ૧૪: સાચા ભક્તની રીત સર્વે... કડવું ૫૭: મુદ્‌ગલ ઋષિનું આખ્યાન કડવું ૫૮ કડવું ૫૯: જયદેવનું આખ્યાન★ કડવું ૬૦: જયદેવનું આખ્યાન★ પદ ૧૫: ક્ષમાવંત સંત અત્યંત સુખ... કડવું ૬૧ કડવું ૬૨ કડવું ૬૩ કડવું ૬૪ પદ ૧૬: ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને... પદ ૧૭: આજ આનંદ મારા ઉરમાં...