ધીરજાખ્યાન

કડવું – ૨૩

રાણી રોહીદાસનું1 દ્વિજ દઈ ધનજી, તેડી ગયો તેહને નિજ ભવનજી

હરિશ્ચંદ્ર એક રહ્યો રાજનજી, તે પણ વેચાણો શ્વપચને2 સદનજી3

શ્વપચ ઘેર રાજા રહ્યા, દ્વિજ ઘેરે રહ્યા રોહિદાસ ॥

તારા4 તે પણ દ્વિજનું, કરે કામ કરી ઉલ્લાસ ॥૨॥

તારા ખાંડી દિયે તાંદુલા,5 પીસી દિયે ગોધૂમ6 આદિ અન્ન ॥

જળ ભરે વાળે ઘર આંગણું, લીપે સદન ધુવે વસન ॥૩॥

રોહિદાસ પણ એહ જ રીતે, કરે બ્રાહ્મણનું કામ ॥

પુષ્પ પર્ણ તૃણ ઈન્ધણ7 આણે, ચાંપે ચરણ ચારુ8 જામ ॥૪॥

શ્વપચે સોંપ્યું હરિશ્ચંદ્રને, લેવો મડદે મડદે લાગ9

આપે ખાપણ10 લઈ પઈસો, ત્યારે મૂકવા દેવી આગ ॥૫॥

ત્યારે હરિશ્ચંદ્ર ધારી હૈયે, જાય સહુથી મો’રે મશાણ ॥

દિયે દોટું લેવા લાગને, વળી પાડે બહુ બુંબરાણ ॥૬॥

ખાપણ પઈસો લઈશ ખરો, ત્યારે તે આપીશ બાળવા ॥

આપ્યા વિના રખે આગ મૂકો, આવ્યો છું હું ખાળવા11 ॥૭॥

મોટું શહેર મરે ઘણાં, બાળે અળગાં એક એકથી ॥

હમેશ ઊઠી દિયે હડિયું,12 નિરાંત લવલેશ નથી ॥૮॥

મડદે મડદે મશાણમાં, રડવડે રાત ને દન ॥

જળ ટાણે જળ ન મળે, અન્ન ટાણે ન મળે અન્ન ॥૯॥

એવા કામમાં રાજા રહ્યાં, તિયાં ગયા વહી કંઈ દન ॥

નિષ્કુળાનંદ ન થાય બીજે, જેવું કર્યું એહ રાજન ॥૧૦॥

 

The Story of Harishchandra - Part 6

One brahmin bought the queen and Rohidas (their son, whose name is Rohitshwa) and took them home. Harishchandra was sold to a swapach (a low-caste) house. Harishchandra lived in the swapach’s house attending to his tasks, while Rohidas and Tara (the queen, whose name is Taramati and also called Shaivya) lived in the brahmin’s house attending to his chores. Tara performed tasks like grinding grains, filling water, applying cow dung to the floor, etc. Rohidas did the same, collecting flowers and firewood, etc.

The swapach assigned the task of collecting tax on the corpses to Harishchandra. Only if they (the family of the deceased) pay the tax would he give them the cloth to cover the body and set it on fire (for the final rite). Harishchandra would go to the cremation site before anyone else to fulfill his task. He only let them set the body on fire if they paid their tax. It was a big city with many people dying. He ran here to there, often yelling, to collect the tax. He went from body to body day and night. He had no time to rest, no time to drink water or eat. This is the type of work the king undertook. Many days passed in this manner.

કડવું 🏠 home
કડવું ૧ ★ કડવું ૨ કડવું ૩ કડવું ૪ પદ ૧: ભક્ત થાવું રે ભગવાનનું... ★ કડવું ૫: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૬: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૭: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૮: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૨ કડવું ૯: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૦: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૧: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૨: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૩: ભક્ત સાચા ભગવાનના... કડવું ૧૩: ધ્રુવનું આખ્યાન કડવું ૧૪: ધ્રુવનું આખ્યાન કડવું ૧૫: ધ્રુવનું આખ્યાન કડવું ૧૬: ધ્રુવનું આખ્યાન પદ ૪ કડવું ૧૭: ધ્રુવનું આખ્યાન કડવું ૧૮: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૧૯: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૦: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૫: સત્યવાદી સંત સંકટને સહે... કડવું ૨૧: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૨: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૩: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૪: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૬ કડવું ૨૫: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૬ કડવું ૨૭: રંતિદેવનું આખ્યાન★ કડવું ૨૮: રંતિદેવનું આખ્યાન★ પદ ૭: કઠણ કસોટી મોટી મહારાજની... કડવું ૨૯: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૦: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૧: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૨: મયૂરધ્વજનું આખ્યાન ★ પદ ૮ ★ કડવું ૩૩: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૪: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૫: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૬: ઋભુરાયનું આખ્યાન પદ ૯: દોયલું થાવું હરિદાસ રે સંતો... કડવું ૩૭: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૮: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૯ કડવું ૪૦: જનક રાજાનું આખ્યાન પદ ૧૦: શીદને રહિયે રે કંગાલ રે સંતો... કડવું ૪૧: નળ રાજાનું આખ્યાન કડવું ૪૨: નળ રાજાનું આખ્યાન કડવું ૪૩: નળ રાજાનું આખ્યાન કડવું ૪૪: નળ રાજાનું આખ્યાન પદ ૧૧: કરિયે રાજી ઘનશ્યામ રે સંતો... કડવું ૪૫: અંબરીષ રાજાનું આખ્યાન કડવું ૪૬: વિભીષણનું આખ્યાન કડવું ૪૭: સુધનવાનું આખ્યાન કડવું ૪૮ પદ ૧૨: ધીરજ સમ નહિ ધન રે સંતો... કડવું ૪૯: જડભરતનું આખ્યાન કડવું ૫૦: જડભરતનું આખ્યાન કડવું ૫૧: શુકદેવનું આખ્યાન કડવું ૫૨: નારદમુનિનું આખ્યાન પદ ૧૩: સાચા સંતે અત્યંત રાજી... કડવું ૫૩: સનકાદિકનું આખ્યાન કડવું ૫૪: જાજળી ઋષિનું આખ્યાન કડવું ૫૫: અરુણી/ઉપમન્યુ આખ્યાન કડવું ૫૬ પદ ૧૪: સાચા ભક્તની રીત સર્વે... કડવું ૫૭: મુદ્‌ગલ ઋષિનું આખ્યાન કડવું ૫૮ કડવું ૫૯: જયદેવનું આખ્યાન★ કડવું ૬૦: જયદેવનું આખ્યાન★ પદ ૧૫: ક્ષમાવંત સંત અત્યંત સુખ... કડવું ૬૧ કડવું ૬૨ કડવું ૬૩ કડવું ૬૪ પદ ૧૬: ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને... પદ ૧૭: આજ આનંદ મારા ઉરમાં...