ધીરજાખ્યાન
કડવું – ૨૧
ત્યાર પછી ત્રણે ચાલી ભૂલ્યાં વાટજી, આગળ આવ્યું ઉજ્જડ નડેડાટજી1
ના’વ્યું નીર નદી કોઈ વાટ ઘાટજી, તોય મને નથી કરતાં ઉચ્ચાટજી2
ઉચ્ચાટ નથી જેને અંતરે, રહે છે આનંદ ઉરમાં અતિ ॥
દૃઢ ધીરજ મનમાં ધરી, કરી સઘન વન વિષે ગતિ ॥૨॥
ખેર3 કેર4 ખજૂરી ખરાં, બાવળ કંટાળા બોરડી ॥
અતિ અણિયાળાં આંકડિયાળા, લાગે કાંટા જાયે લડથડી ॥૩॥
વાઘ વરુ વાનર વીજુ, શશા સેમર શ્યાળ છે ॥
ચીત્રા5 માતંગ6 નાર નોળ,7 એ વનમાં વીંછુ વ્યાળ છે ॥૪॥
પરવત પર પાવક બળે, પાડે પશુ પંખી બુમરાણ ॥
ઉપર ઉડે શકરા8 શમળા, કંક કોશી9 હરવા પ્રાણ ॥૫॥
ઘૂડ હોલા ઘણા ઘૂઘવે, બીજા શબ્દ થાયે ભયંકાર ॥
સહ્યા ન જાયે શ્રવણે, એવા થાય બહુ ઉચ્ચાર ॥૬॥
ભૂંડી કઠણ એ ભૂમિકા, અતિ વિકટ વન સઘન ॥
ચાલી ચરણ ચકચૂર થયાં, ત્યારે થયું એ વન ઉલ્લંઘન ॥૭॥
ચાલી ન શકે ચરણે, ઢળી વળી પડી જાય ધરણે ॥
પામે પીડા બહુ પેરની, તે તો વદને ન જાય વરણે ॥૮॥
મૃતકવત10 મહી11 ઉપરે, ત્રણે પડી ગયાં તે વાર ॥
મોડેથી મૂર્ચ્છા ઉતરી, તૈયે થયાં ચાલવાં તૈયાર ॥૯॥
ધીરે ધીરે પગ ધરી ચાલતાં, આવી નદી પીધું નીર ॥
નિષ્કુળાનંદ ત્યાં માર્ગ મળ્યો, પછી ચાલ્યાં ત્રણે સુધીર ॥૧૦॥
The Story of Harishchandra - Part 4
As they walked onward, they lost the way. They came to a barren jungle. A river or a village were nowhere in sight. Yet, their minds are not sorrowful.
Without any remorse but joy in their heart, they pressed on in the jungle. They passed many plants with thorns that pricked them and animals that made frightening noises. They finally crossed the terrifying jungle as they walked exhausted. They encountered suffering that cannot be described with words. The three fell unconscious to the ground like corpses.
After regaining consciousness, they walked onward slowly and finally reached a river where they drank water. They finally found a discernible path and walked on.