ધીરજાખ્યાન

કડવું – ૨૪

વિપ્ર કહે સુણ્ય રોહિદાસ સુભાગ્યજી, સુગંધી ફૂલ લાવ્ય જઈ બાગજી

ગયા ત્યારે ત્યાં ડશ્યો1 કાળો નાગજી, તેણે કરી તર્ત કર્યું તન ત્યાગજી

ત્યાગ્યું તન જન જોઈને, કહ્યું વિપ્રને તે વાર ॥

તેહના દેહને દાહ દેવા, મોકલ્યા સેવક ચાર ॥૨॥

તે શબ લાવ્યા ગંગાતટે, ચે’2 રચી મૂકે છે આગ ॥

ત્યારે હરિશ્ચંદ્ર કે’ મ મૂકીશ અગ્નિ, આપ્યા વિના મારો લાગ ॥૩॥

આપી લાગ લગાડી ચિતા, થયું અર્ધબળ્યું જ્યારે તન ॥

ત્યારે નાખી ચે’ ઓલવી, ઘણો ઘણો વરષી ઘન3 ॥૪॥

ત્યારે આવી છે તારા તિયાં, લીધું મડદું તે ખોળામાંય ॥

ત્યાં આવ્યા ઋષિ કહે આપું છરી, રાખો ભૂતભય ન રહે કાંય ॥૫॥

આપી છરી કહ્યું જઈ રાયને,4 એક વાત કહું કાને ધરિયે ॥

મશાણે મરકી5 મનુષ્યને, ખાય છે કાપી કાપી છરિયે ॥૬॥

ત્યારે ભૂપ કહે તેડી6 ભંગિયો, જાઓ મારો ગરદન7 એહને ॥

ઝાલી લીધી પછી જટિયે,8 મારવા સારુ તેહને ॥૭॥

ઢીકા ગડદા પાટુએ વળી, મારી કરી છે અધમુઈ ॥

મારો મારો કહે શું વિચારો, કરો મુંડ9 ધડ થકી જુઈ10 ॥૮॥

એવાં દુઃખ આવી પડિયાં, જેહ સહ્યાં ન જાય શરીર ॥

સુત મુવાનો અતિ શોક છે, તોય ધરી રહ્યાં છે ધીર ॥૯॥

પછી હરિશ્ચંદ્રને હુકમ કર્યો, આવ્યો મારવા ગરદન ॥

નિષ્કુળાનંદના નાથની કસણી, સહી શકે કહો કોણ જન ॥૧૦॥

 

The Story of Harishchandra - Part 7

The Brahmin told Rohidas to collect fragrant flowers from the garden. When he went, a black snake bit Rohidas and he died. The people told the Brahmin. They sent four servants to burn the body. They brought his body to the bank of Ganga River. They were going to burn the body when Harishchandra said they must pay the tax. After the tax was paid and the body had not fully burned, it started to rain putting the fire out. Tara arrived at this point and took the body in her lap.

Then, Vishwamitra arrived and gave her a blade to cut the body so nothing remains. Afterward, he went to the king of Kashi and told him there is a witch at the crematory that eats human flesh by cutting it up. The king called some people and told them to beat this witch. The people grabbed her by the hair and beat her. “Beat her. Separate her head,” they yelled. Such intolerable misery befell them. They still bear the grief of their son’s death. Yet they remain strong. Then, Harishchandra was told to beat her as well.

કડવું 🏠 home
કડવું ૧ ★ કડવું ૨ કડવું ૩ કડવું ૪ પદ ૧: ભક્ત થાવું રે ભગવાનનું... ★ કડવું ૫: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૬: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૭: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૮: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૨ કડવું ૯: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૦: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૧: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૨: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૩: ભક્ત સાચા ભગવાનના... કડવું ૧૩: ધ્રુવનું આખ્યાન કડવું ૧૪: ધ્રુવનું આખ્યાન કડવું ૧૫: ધ્રુવનું આખ્યાન કડવું ૧૬: ધ્રુવનું આખ્યાન પદ ૪ કડવું ૧૭: ધ્રુવનું આખ્યાન કડવું ૧૮: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૧૯: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૦: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૫: સત્યવાદી સંત સંકટને સહે... કડવું ૨૧: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૨: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૩: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૪: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૬ કડવું ૨૫: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૬ કડવું ૨૭: રંતિદેવનું આખ્યાન★ કડવું ૨૮: રંતિદેવનું આખ્યાન★ પદ ૭: કઠણ કસોટી મોટી મહારાજની... કડવું ૨૯: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૦: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૧: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૨: મયૂરધ્વજનું આખ્યાન ★ પદ ૮ ★ કડવું ૩૩: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૪: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૫: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૬: ઋભુરાયનું આખ્યાન પદ ૯: દોયલું થાવું હરિદાસ રે સંતો... કડવું ૩૭: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૮: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૯ કડવું ૪૦: જનક રાજાનું આખ્યાન પદ ૧૦: શીદને રહિયે રે કંગાલ રે સંતો... કડવું ૪૧: નળ રાજાનું આખ્યાન કડવું ૪૨: નળ રાજાનું આખ્યાન કડવું ૪૩: નળ રાજાનું આખ્યાન કડવું ૪૪: નળ રાજાનું આખ્યાન પદ ૧૧: કરિયે રાજી ઘનશ્યામ રે સંતો... કડવું ૪૫: અંબરીષ રાજાનું આખ્યાન કડવું ૪૬: વિભીષણનું આખ્યાન કડવું ૪૭: સુધનવાનું આખ્યાન કડવું ૪૮ પદ ૧૨: ધીરજ સમ નહિ ધન રે સંતો... કડવું ૪૯: જડભરતનું આખ્યાન કડવું ૫૦: જડભરતનું આખ્યાન કડવું ૫૧: શુકદેવનું આખ્યાન કડવું ૫૨: નારદમુનિનું આખ્યાન પદ ૧૩: સાચા સંતે અત્યંત રાજી... કડવું ૫૩: સનકાદિકનું આખ્યાન કડવું ૫૪: જાજળી ઋષિનું આખ્યાન કડવું ૫૫: અરુણી/ઉપમન્યુ આખ્યાન કડવું ૫૬ પદ ૧૪: સાચા ભક્તની રીત સર્વે... કડવું ૫૭: મુદ્‌ગલ ઋષિનું આખ્યાન કડવું ૫૮ કડવું ૫૯: જયદેવનું આખ્યાન★ કડવું ૬૦: જયદેવનું આખ્યાન★ પદ ૧૫: ક્ષમાવંત સંત અત્યંત સુખ... કડવું ૬૧ કડવું ૬૨ કડવું ૬૩ કડવું ૬૪ પદ ૧૬: ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને... પદ ૧૭: આજ આનંદ મારા ઉરમાં...