ધીરજાખ્યાન
પદ – ૮
રાગ: સિંધુ
આકરે કાકરે કરવત કાઢિયું, વાઢિયું મસ્તક લલાટ લગે;
ધડક ફડક થડક નથી મને, અચળ અકડ ઊભા એક પગે. આકરે ॥૧॥
છૂટી છોળ અતોળ1 લાલ લોહીની, તે જોઈ જન મન ચડી ચિત્તે ચિતરી;2
દેખી ભૂપતિની વિપત્તિ મતિ ચળી, ઢળી વળી પડ્યાં મૂરછાયે કરી. આકરે ॥૨॥
કરે કરેરાટ ચરેરાટ માંડ્યું ચાલવા, તે વામ અંગે એહની વાત જાણી;
એહ અંગ તેહ ઉમંગ ભંગ થયું, વળી આવી ગયું આંખ્યમાંય પાણી. આકરે ॥૩॥
તે જોઈ દ્વિજ બોલિયો ક્રોધ કરી, કલપીનું3 દાન હું ન લેઉં કદી;
હડકી4 ફડકી ચડકી5 ચાલિયા, તેહને વાળિયા દીનતા વાણી વદી. આકરે ॥૪॥
પછી આવીને પૂછ્યું એહ અંગને, કહે આંસુ આવ્યાનું કારણ સહિ;
ત્યારે તે કહે અભાગ્ય શી અર્ધા અંગની, જે બ્રાહ્મણને અર્થે આવ્યું નહિ. આકરે ॥૫॥
એવું સુણી દ્વિજ પલટીને થયા, તિયાં પ્રગટ પુરુષોત્તમરૂપ રે;
નિષ્કુળાનંદનો નાથ ગાથ કહે, માગ્ય માગ્ય માગ્ય મુજ પાસથી ભૂપ રે. આકરે ॥૬॥
The Story of Mayurdhvaj - Part 5
The queen and the son start cutting Mayurdhvaj’s body. The king stands on one leg. Blood oozes as they cut. The people are disgusted at the site. Some faint on the spot. As he was being cut, tears flowed down the left eye. Seeing tears, the Brahmin spoke angrily, “I cannot take a donation that is given with sorrow.” And he began to leave.
The king crawled to the Brahmin meekly and said, “Listen to the reason for the tears. The left side became tearful knowing that the right side will be have been of use to the Brahmin.”
Hearing this, the Brahmin transformed himself into God. God asked Mayurdhvaj to asked for anything he wished.