ધીરજાખ્યાન

પદ – ૧૭

વધામણાનું

રાગ: ધોળ (‘મારી અવિચળ ચૂંકને રાખજો’ એ ઢાળ)

આજ આનંદ મારા ઉરમાં, મળી મને મહામોંઘી વાત રે ॥

કોટી કષ્ટ કરે હરિ નવ મળે, તે તો મને મળિયા સાક્ષાત રે... આનંદ ॥૧॥

રમાડ્યા જમાડ્યા રૂડી રીતશું, મળ્યા વળી વારમવાર રે... ॥

હેતે પ્રીતે નિત્યે સુખ આપિયાં, તે તો કે’તાં આવે કેમ પાર રે... આનંદ ॥૨॥

અન્ન જળ ફળ ફૂલ પાનની, આપી એવી પ્રસાદી અનુપ રે ॥

ચરણની છાપ દીધી છાતિયે, આપ્યાં સારાં વસ્ત્ર સુખરૂપ રે... આનંદ ॥૩॥

આગળ ભગત અનેક થયા, સહ્યાં તેણે શરીરે બહુ દુઃખ રે ॥

તોય પ્રભુ પ્રગટ પામ્યા નહિ, પામ્યા પણ નાવ્યાં આવાં સુખ રે... આનંદ ॥૪॥

કોઈકને આપી અમરાવતી, કોઈકને પુર કૈલાસ રે ॥

કોઈકને સત્યલોક સોંપિયું, કોઈકને વૈકુંઠે વાસ રે... આનંદ ॥૫॥

જૂજવાં એ ધામ આપ્યાં જનને, જોઈ નિષ્કામ સકામ રે ॥

આજ તો અઢળક ઢળ્યા હરિ, આપ્યું સહુને અક્ષરધામ રે... આનંદ ॥૬॥

સુખ સુખ સુખ જ્યાં સુખ ઘણું, તે તો મુખે કે’તાં ન કહેવાય રે ॥

નિષ્કુળાનંદ એ આનંદમાં, હરખી હરખી ગુણ ગાય રે... આનંદ ॥૭॥

દોહા

ચોસઠ્ય કડવાં સાત એક સિંધુ,1 છે ચરણ વળી પદ સોળ; ॥

તેની ઉપર એક છે, વધામણાનું ધોળ. ॥૧॥

સંવત્ અઢાર નવાણુંવો, ચૈત્ર વદી દશમી દન; ॥

રચ્યો ગ્રંથ ગઢપુરમાં, સુણી સમરો શ્રીભગવન. ॥૨॥

 

ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતં ધીરજાખ્યાનં સંપૂર્ણમ્ ।

 

ધીરજાખ્યાનં સમાપ્તમ્

કડવું 🏠 home
કડવું ૧ ★ કડવું ૨ કડવું ૩ કડવું ૪ પદ ૧: ભક્ત થાવું રે ભગવાનનું... ★ કડવું ૫: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૬: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૭: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૮: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૨ કડવું ૯: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૦: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૧: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૨: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૩: ભક્ત સાચા ભગવાનના... કડવું ૧૩: ધ્રુવનું આખ્યાન કડવું ૧૪: ધ્રુવનું આખ્યાન કડવું ૧૫: ધ્રુવનું આખ્યાન કડવું ૧૬: ધ્રુવનું આખ્યાન પદ ૪ કડવું ૧૭: ધ્રુવનું આખ્યાન કડવું ૧૮: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૧૯: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૦: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૫: સત્યવાદી સંત સંકટને સહે... કડવું ૨૧: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૨: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૩: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૪: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૬ કડવું ૨૫: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૬ કડવું ૨૭: રંતિદેવનું આખ્યાન★ કડવું ૨૮: રંતિદેવનું આખ્યાન★ પદ ૭: કઠણ કસોટી મોટી મહારાજની... કડવું ૨૯: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૦: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૧: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૨: મયૂરધ્વજનું આખ્યાન ★ પદ ૮ ★ કડવું ૩૩: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૪: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૫: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૬: ઋભુરાયનું આખ્યાન પદ ૯: દોયલું થાવું હરિદાસ રે સંતો... કડવું ૩૭: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૮: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૯ કડવું ૪૦: જનક રાજાનું આખ્યાન પદ ૧૦: શીદને રહિયે રે કંગાલ રે સંતો... કડવું ૪૧: નળ રાજાનું આખ્યાન કડવું ૪૨: નળ રાજાનું આખ્યાન કડવું ૪૩: નળ રાજાનું આખ્યાન કડવું ૪૪: નળ રાજાનું આખ્યાન પદ ૧૧: કરિયે રાજી ઘનશ્યામ રે સંતો... કડવું ૪૫: અંબરીષ રાજાનું આખ્યાન કડવું ૪૬: વિભીષણનું આખ્યાન કડવું ૪૭: સુધનવાનું આખ્યાન કડવું ૪૮ પદ ૧૨: ધીરજ સમ નહિ ધન રે સંતો... કડવું ૪૯: જડભરતનું આખ્યાન કડવું ૫૦: જડભરતનું આખ્યાન કડવું ૫૧: શુકદેવનું આખ્યાન કડવું ૫૨: નારદમુનિનું આખ્યાન પદ ૧૩: સાચા સંતે અત્યંત રાજી... કડવું ૫૩: સનકાદિકનું આખ્યાન કડવું ૫૪: જાજળી ઋષિનું આખ્યાન કડવું ૫૫: અરુણી/ઉપમન્યુ આખ્યાન કડવું ૫૬ પદ ૧૪: સાચા ભક્તની રીત સર્વે... કડવું ૫૭: મુદ્‌ગલ ઋષિનું આખ્યાન કડવું ૫૮ કડવું ૫૯: જયદેવનું આખ્યાન★ કડવું ૬૦: જયદેવનું આખ્યાન★ પદ ૧૫: ક્ષમાવંત સંત અત્યંત સુખ... કડવું ૬૧ કડવું ૬૨ કડવું ૬૩ કડવું ૬૪ પદ ૧૬: ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને... પદ ૧૭: આજ આનંદ મારા ઉરમાં...