ધીરજાખ્યાન

કડવું – ૨૭

સુણો વળી કહું રંતિદેવની રીતજી, ભક્ત પ્રભુનો પૂરો પુનિતજી

સહ્યાં તેણે દુઃખ શરીરે અગણિતજી, કહું તેની વાત સુણો દઈ ચિત્તજી

કહું વાત રંતિદેવની, કરે નિજ નગરનું રાજ ॥

પોતે પોતાની પ્રજા પાસે, રખાવે બહુ અનાજ ॥૨॥

એમ કરતાં આવી પડ્યો, બાર વરસનો વળી કાળ ॥

એકાદશ વરસ અન્ન પોં’ચિયું, દ્વાદશનો થયો જંજાળ1 ॥૩॥

ત્યારે રાયે અન્ન આપિયું, તે પણ પોં’ત્યું દશ માસ ॥

પછી લાગ્યા છે પડવા, ઉપરા ઉપર ઉપવાસ ॥૪॥

કળકળે2 જન અન્ન વિના, બહુ બહુ પાડે છે બકોર3

તે સુણી રાય ચાલિયા, સંગે રાણી સુત વધૂ4 ભોર5 ॥૫॥

ઉપવાસ ચોખા ચારેને પડ્યા, એકે ઓછા પૂરા પચાસ ॥

ત્યાં અણઇચ્છાયે અન્ન મળ્યું, બેઠાં જમવા પાસોપાસ ॥૬॥

પાશેર પાશેર પાણિમાં,6 વળી આવ્યું હતું જે અન્ન ॥

ઉપવાસ ઓગણ પચાસમે, કરવા બેઠાં ભોજન ॥૭॥

અભ્યાગત7 અન્નાર્થી, તેહની વાટ જુવે છે વળી ॥

આપીએ એને આ માંયથી, એમ વિચારે છે ચારે મળી ॥૮॥

તિયાં અઘોરી8 એક આવિયો, સંગે લઈને વળી શ્વાન9

ભૂખ્યો ભૂખ્યો એમ બરકે,10 કોઈ આપો ભોજન પાન ॥૯॥

ત્યારે આપ્યું અન્ન જળ એહને, રાય રાણી સુત સુતભામ11

નિષ્કુળાનંદ પાણી પી અઘોરિયે, ઠેલ12 દઈ ફોડ્યું જળ ઠામ ॥૧૦॥

 

The Story of Rantidev - Part 1

King Rantidev was a great devotee of God who tolerated many physical hardships. He encouraged his subjects to store grains. Once, the kingdom was struck by a 12-year famine. The grain lasted for 11 years, and on the 12th year, the kingdom suffered. The king distributed his own stock, which lasted 10 months. He ran out of food and his family fasted for many days.

His subjects cried in agony for lack of food. The king left his kingdom one morning with his queen, son, and daughter-in-law to find food. They did not find food for 49 days. On the 49th day, they unexpectedly found food. They all sat down together to eat what they obtained, but all four still thought that if some unfortunate hungry person comes, they would give their food away.

As they thought of this, a mendicant came with a dog. He cried out for someone to give him food. All four gave the beggar their food and water. The beggar drank the water and pour the rest on the ground.

કડવું 🏠 home
કડવું ૧ ★ કડવું ૨ કડવું ૩ કડવું ૪ પદ ૧: ભક્ત થાવું રે ભગવાનનું... ★ કડવું ૫: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૬: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૭: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૮: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૨ કડવું ૯: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૦: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૧: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૨: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૩: ભક્ત સાચા ભગવાનના... કડવું ૧૩: ધ્રુવનું આખ્યાન કડવું ૧૪: ધ્રુવનું આખ્યાન કડવું ૧૫: ધ્રુવનું આખ્યાન કડવું ૧૬: ધ્રુવનું આખ્યાન પદ ૪ કડવું ૧૭: ધ્રુવનું આખ્યાન કડવું ૧૮: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૧૯: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૦: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૫: સત્યવાદી સંત સંકટને સહે... કડવું ૨૧: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૨: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૩: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૪: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૬ કડવું ૨૫: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૬ કડવું ૨૭: રંતિદેવનું આખ્યાન★ કડવું ૨૮: રંતિદેવનું આખ્યાન★ પદ ૭: કઠણ કસોટી મોટી મહારાજની... કડવું ૨૯: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૦: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૧: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૨: મયૂરધ્વજનું આખ્યાન ★ પદ ૮ ★ કડવું ૩૩: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૪: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૫: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૬: ઋભુરાયનું આખ્યાન પદ ૯: દોયલું થાવું હરિદાસ રે સંતો... કડવું ૩૭: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૮: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૯ કડવું ૪૦: જનક રાજાનું આખ્યાન પદ ૧૦: શીદને રહિયે રે કંગાલ રે સંતો... કડવું ૪૧: નળ રાજાનું આખ્યાન કડવું ૪૨: નળ રાજાનું આખ્યાન કડવું ૪૩: નળ રાજાનું આખ્યાન કડવું ૪૪: નળ રાજાનું આખ્યાન પદ ૧૧: કરિયે રાજી ઘનશ્યામ રે સંતો... કડવું ૪૫: અંબરીષ રાજાનું આખ્યાન કડવું ૪૬: વિભીષણનું આખ્યાન કડવું ૪૭: સુધનવાનું આખ્યાન કડવું ૪૮ પદ ૧૨: ધીરજ સમ નહિ ધન રે સંતો... કડવું ૪૯: જડભરતનું આખ્યાન કડવું ૫૦: જડભરતનું આખ્યાન કડવું ૫૧: શુકદેવનું આખ્યાન કડવું ૫૨: નારદમુનિનું આખ્યાન પદ ૧૩: સાચા સંતે અત્યંત રાજી... કડવું ૫૩: સનકાદિકનું આખ્યાન કડવું ૫૪: જાજળી ઋષિનું આખ્યાન કડવું ૫૫: અરુણી/ઉપમન્યુ આખ્યાન કડવું ૫૬ પદ ૧૪: સાચા ભક્તની રીત સર્વે... કડવું ૫૭: મુદ્‌ગલ ઋષિનું આખ્યાન કડવું ૫૮ કડવું ૫૯: જયદેવનું આખ્યાન★ કડવું ૬૦: જયદેવનું આખ્યાન★ પદ ૧૫: ક્ષમાવંત સંત અત્યંત સુખ... કડવું ૬૧ કડવું ૬૨ કડવું ૬૩ કડવું ૬૪ પદ ૧૬: ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને... પદ ૧૭: આજ આનંદ મારા ઉરમાં...