ધીરજાખ્યાન
કડવું – ૩૩
મયુરધ્વજ કહે માગું હું તે દેજોજી, આવું રૂપ અનુપ હૃદિયામાં રે’જોજી;
વળી એક બીજું મારે માગવું છેજોજી, હવે આવી પરીક્ષા કેનીએ મ લેજોજી.
લેશોમાં આવી પરીક્ષા કેની, તમે દયાળું દયાને ગ્રહી ॥
એમ મયુરધ્વજે મોર્યે માગ્યું, સહુ જીવ સારુ જાણો સહી ॥૨॥
ભલો ભલો એહ ભૂપતિ, જેની મતિ અતિ મોટી ઘણી ॥
ભલી કરી એણે ભગતિ, એના જેવી જોઈએ આપણી ॥૩॥
સત્ય શ્રદ્ધા ધીરજપણું, જોઈએ એના જેવો વિવેક ॥
ધર્મ પણ દૃઢ ધારવો, જોઈએ એના જેવી ગ્રહી ટેક ॥૪॥
ટેક એક હરિભક્તને, નેક1 છેક સુધી છાંડવી નહિ ॥
કરી વિવેક અતિ ઉરમાં, વળી એક રંગે રે’વું સહિ ॥૫॥
પળે પળે રંગ પલટે ચઢે, કૈ’યે નવલ કસુંબી2 કૈ’યે નીલનો3 ॥
એક રે’ણી કે’ણી એક રીત નહિ, સ્વભાવ સમ સલિલનો4 ॥૬॥
પણ જે જે ભક્ત મોરે થયા, તે સર્વેની સુણીએ રીત ॥
કસ્યા વિના5 કહો કોણ રહ્યા, સહુ ચિંતવી જુવો તમે ચિત્ત ॥૭॥
જેમ ઇક્ષુ6 પામે અમૂલ્યતા, તે તો પ્રથમ પોતે પીલાય છે ॥
ત્યાર પછી ચડે તાવડે, તેના ગોળ ખાંડ સાકર થાય છે ॥૮॥
તેમ કસ્યા વિના કોઈ વસ્તુ, ખરે ખપે7 નથી આવતી ॥
એમ સમજી સંકટ સહો, તો ભલી ભજી જાયે ભગતિ ॥૯॥
પોં’ચ્ય વિના પર્વતે ચડ્યાની, હૈયે કરે કોઈ હોંશ ॥
નિષ્કુળાનંદ કહે એ નહિ બને, અમથો થાશે અપસોસ ॥૧૦॥
The Story of Mayurdhvaj - Part 6
Mayurdhvaj asked, “Please give me what I ask. Let your form remain in my heart. I also ask that you not put anyone else to such a test. You are compassionate.”