ધીરજાખ્યાન

કડવું – ૫

જેહને થાવું હોય હરિભક્તજી, તેહને ન થાવું આ દેહમાં આસક્તજી

વળી વિષયસુખથી રે’વું વિરક્તજી, જેહ સુખ સારુ આ જળે છે જક્તજી

જક્ત સુખમાં ન જળવું, વળી વિષય સુખને સ્વાદ ॥

શુદ્ધ ભક્ત શ્રી હરિતણા, થાવું જેવા જન પ્રહલાદ ॥૨॥

પ્રહલાદ ભક્ત પ્રમાણિયે, જાણિયે જગવિખ્યાત ॥

હિરણ્યકશિપુ સુત હરિજન થયા, કહું કયાધુ જેની માત ॥૩॥

ગર્ભવાસ માંહીથી ગુરુ કર્યા, મુનિ નારદને નિરધાર ॥

નિશ્ચય કર્યું હરિ ભજશું, તજશું સુખ સંસાર ॥૪॥

પછી પ્રહલાદજી પ્રસવ્યા,1 વળી વીત્યાં વરસ સાત ॥

ત્યારે તાતે તેડાવીને, કહી નિજકુળ રીત ભાત ॥૫॥

આસુરી વિદ્યા આપણી, તમે પઢો કરી બહુ પ્રીત ॥

વિબુધ2 વામ3 વિષ્ણુ થકી, તો થાઓ અતિશે અજિત ॥૬॥

ત્યારે પ્રહલાદે પરીક્ષા કરી, આ તો દીસે છે અસુર ॥

મારે એને કેમ મળશે, એમ વિચારિયું વળી ઉર ॥૭॥

મારે ભજવા ભગવાનને, તજવી વિષય સુખની આશ ॥

દેહ ગેહ દારા દામથી, અતિ થાવું છે ઉદાસ ॥૮॥

એહ વાત અસુરને, વળી નહિ ગમે નિરધાર ॥

માટે મારે એને નહિ મળે, એવો કર્યો ઉર વિચાર ॥૯॥

પણ હમણાં તો એને હા કહું, વળી ના કે’વાયે કેમ ॥

પછી નિષ્કુળાનંદના નાથનું, થાશે જેમ ધાર્યું હશે તેમ ॥૧૦॥

કડવું 🏠 home
કડવું ૧ ★ કડવું ૨ કડવું ૩ કડવું ૪ પદ ૧: ભક્ત થાવું રે ભગવાનનું... ★ કડવું ૫: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૬: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૭: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૮: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૨ કડવું ૯: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૦: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૧: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૨: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૩: ભક્ત સાચા ભગવાનના... કડવું ૧૩: ધ્રુવનું આખ્યાન કડવું ૧૪: ધ્રુવનું આખ્યાન કડવું ૧૫: ધ્રુવનું આખ્યાન કડવું ૧૬: ધ્રુવનું આખ્યાન પદ ૪ કડવું ૧૭: ધ્રુવનું આખ્યાન કડવું ૧૮: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૧૯: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૦: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૫: સત્યવાદી સંત સંકટને સહે... કડવું ૨૧: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૨: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૩: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૪: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૬ કડવું ૨૫: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૬ કડવું ૨૭: રંતિદેવનું આખ્યાન★ કડવું ૨૮: રંતિદેવનું આખ્યાન★ પદ ૭: કઠણ કસોટી મોટી મહારાજની... કડવું ૨૯: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૦: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૧: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૨: મયૂરધ્વજનું આખ્યાન ★ પદ ૮ ★ કડવું ૩૩: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૪: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૫: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૬: ઋભુરાયનું આખ્યાન પદ ૯: દોયલું થાવું હરિદાસ રે સંતો... કડવું ૩૭: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૮: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૯ કડવું ૪૦: જનક રાજાનું આખ્યાન પદ ૧૦: શીદને રહિયે રે કંગાલ રે સંતો... કડવું ૪૧: નળ રાજાનું આખ્યાન કડવું ૪૨: નળ રાજાનું આખ્યાન કડવું ૪૩: નળ રાજાનું આખ્યાન કડવું ૪૪: નળ રાજાનું આખ્યાન પદ ૧૧: કરિયે રાજી ઘનશ્યામ રે સંતો... કડવું ૪૫: અંબરીષ રાજાનું આખ્યાન કડવું ૪૬: વિભીષણનું આખ્યાન કડવું ૪૭: સુધનવાનું આખ્યાન કડવું ૪૮ પદ ૧૨: ધીરજ સમ નહિ ધન રે સંતો... કડવું ૪૯: જડભરતનું આખ્યાન કડવું ૫૦: જડભરતનું આખ્યાન કડવું ૫૧: શુકદેવનું આખ્યાન કડવું ૫૨: નારદમુનિનું આખ્યાન પદ ૧૩: સાચા સંતે અત્યંત રાજી... કડવું ૫૩: સનકાદિકનું આખ્યાન કડવું ૫૪: જાજળી ઋષિનું આખ્યાન કડવું ૫૫: અરુણી/ઉપમન્યુ આખ્યાન કડવું ૫૬ પદ ૧૪: સાચા ભક્તની રીત સર્વે... કડવું ૫૭: મુદ્‌ગલ ઋષિનું આખ્યાન કડવું ૫૮ કડવું ૫૯: જયદેવનું આખ્યાન★ કડવું ૬૦: જયદેવનું આખ્યાન★ પદ ૧૫: ક્ષમાવંત સંત અત્યંત સુખ... કડવું ૬૧ કડવું ૬૨ કડવું ૬૩ કડવું ૬૪ પદ ૧૬: ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને... પદ ૧૭: આજ આનંદ મારા ઉરમાં...