ધીરજાખ્યાન

કડવું – ૫૬

એ કહ્યા સરવે પરોક્ષ હરિજનજી, એને કેને પ્રગટ નથી મળ્યા ભગવનજી

તોય કોઈ મોળા ન પડિયા મનજી, કહું વાર હજાર એને ધન્યધન્યજી

ધન્ય ધન્ય એહ જનને, જેણે શીશ સાટે સોદો કર્યો ॥

તજી છે આશ તન મનની, એવો ઉદ્યમ જેણે આદર્યો ॥૨॥

લીધો સિંદોરો1 શીશ હાથમાં, તેહ સાથ2 જોવા કેમ રહે ॥

મરવાની તો બીક જ મટી, અસિઆગ્યનો3 ભાગ્યો ભહે4 ॥૩॥

આગળ ચાલતાં આનંદ અતિ, આવે ઝટ દઈ રણ5 ઝુંપ6 રે ॥

એક લડી મરે એક બળી ટળે, માને બેઉ વાત અનૂપ રે ॥૪॥

તેમ જ સાચા સંતને, તજી જોઈએ તે તનની આશ ॥

દેહરખા સરખા કાયરનર, તે તો કે દી ન હોય હરિદાસ ॥૫॥

હરિદાસને હોય હિંમત ઘણી, ગણે તનને તરણા તોલ ॥

લાલચ મેલી આ લોકસુખની, પામવા વસ્તુ અમોલ ॥૬॥

અચળ સુખમાં આવી ઘણી, પૂરણ વળી પ્રતીત ॥

અસત્ય સુખ પણ ઓળખ્યું, જાણ્યું જેવી છે એની રીત ॥૭॥

પડ્યું પોતાને પારખું, ખરા ખોટાનું ખરાખરું ॥

સુખ ઘણું માન્યું ઘનશ્યામમાં, મેલ્યું અલ્પ સુખ અળગું પરું ॥૮॥

શીદને ખાય ખાટી છાશને, મેલી પીયુષ રસ પ્રવાહ ॥

પટુ7 પાંબરી8 પરહરીને, કરે કોણ ચરમની9 ચાહ10 ॥૯॥

તેમ ભક્ત જક્તનાં સુખ જોઈને, લોભાય નહિ લગાર ॥

નિષ્કુળાનંદ તેહ ભક્ત સાચા, ફેર નહિ રતી ભાર ॥૧૦॥

કડવું 🏠 home
કડવું ૧ ★ કડવું ૨ કડવું ૩ કડવું ૪ પદ ૧: ભક્ત થાવું રે ભગવાનનું... ★ કડવું ૫: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૬: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૭: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૮: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૨ કડવું ૯: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૦: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૧: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૨: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૩: ભક્ત સાચા ભગવાનના... કડવું ૧૩: ધ્રુવનું આખ્યાન કડવું ૧૪: ધ્રુવનું આખ્યાન કડવું ૧૫: ધ્રુવનું આખ્યાન કડવું ૧૬: ધ્રુવનું આખ્યાન પદ ૪ કડવું ૧૭: ધ્રુવનું આખ્યાન કડવું ૧૮: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૧૯: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૦: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૫: સત્યવાદી સંત સંકટને સહે... કડવું ૨૧: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૨: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૩: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૪: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૬ કડવું ૨૫: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૬ કડવું ૨૭: રંતિદેવનું આખ્યાન★ કડવું ૨૮: રંતિદેવનું આખ્યાન★ પદ ૭: કઠણ કસોટી મોટી મહારાજની... કડવું ૨૯: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૦: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૧: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૨: મયૂરધ્વજનું આખ્યાન ★ પદ ૮ ★ કડવું ૩૩: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૪: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૫: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૬: ઋભુરાયનું આખ્યાન પદ ૯: દોયલું થાવું હરિદાસ રે સંતો... કડવું ૩૭: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૮: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૯ કડવું ૪૦: જનક રાજાનું આખ્યાન પદ ૧૦: શીદને રહિયે રે કંગાલ રે સંતો... કડવું ૪૧: નળ રાજાનું આખ્યાન કડવું ૪૨: નળ રાજાનું આખ્યાન કડવું ૪૩: નળ રાજાનું આખ્યાન કડવું ૪૪: નળ રાજાનું આખ્યાન પદ ૧૧: કરિયે રાજી ઘનશ્યામ રે સંતો... કડવું ૪૫: અંબરીષ રાજાનું આખ્યાન કડવું ૪૬: વિભીષણનું આખ્યાન કડવું ૪૭: સુધનવાનું આખ્યાન કડવું ૪૮ પદ ૧૨: ધીરજ સમ નહિ ધન રે સંતો... કડવું ૪૯: જડભરતનું આખ્યાન કડવું ૫૦: જડભરતનું આખ્યાન કડવું ૫૧: શુકદેવનું આખ્યાન કડવું ૫૨: નારદમુનિનું આખ્યાન પદ ૧૩: સાચા સંતે અત્યંત રાજી... કડવું ૫૩: સનકાદિકનું આખ્યાન કડવું ૫૪: જાજળી ઋષિનું આખ્યાન કડવું ૫૫: અરુણી/ઉપમન્યુ આખ્યાન કડવું ૫૬ પદ ૧૪: સાચા ભક્તની રીત સર્વે... કડવું ૫૭: મુદ્‌ગલ ઋષિનું આખ્યાન કડવું ૫૮ કડવું ૫૯: જયદેવનું આખ્યાન★ કડવું ૬૦: જયદેવનું આખ્યાન★ પદ ૧૫: ક્ષમાવંત સંત અત્યંત સુખ... કડવું ૬૧ કડવું ૬૨ કડવું ૬૩ કડવું ૬૪ પદ ૧૬: ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને... પદ ૧૭: આજ આનંદ મારા ઉરમાં...