ધીરજાખ્યાન
કડવું – ૩૨
ત્યારે કુમુદ્વતીને1 કહે દ્વિજ આમજી, નારી અંગ નરનું પણ વેદે કહ્યું વામજી2
માટે અંગ તારું નાવે એને કામજી, એણે તો લીધું છે દક્ષિણનું3 નામજી
નામ લીધું છે દક્ષિણનું, રાણી કુંવરનું વે’રેલ ॥
એવું લઈને આવજ્યે, આપ્યું હોય હરખે ભરેલ ॥૨॥
ત્યારે મહીપતિ કહે મ બોલો કોઈ, સહુ રહો રાજી રળિયાત ॥
આ અવસર અમૂલ્યમાં, રખે કોઈ બગાડો વાત ॥૩॥
માગે મોટા જે મગન થઈ, તેવી તક આવી મારે આજ ॥
ધન્ય ધન્ય મારા દેહને, જે આવ્યું બ્રાહ્મણને કાજ ॥૪॥
લાવો કરવત કાકરી,4 આકરી કરી તેની ધાર ॥
માથું ચીરીને માહરું, તરત પોં’ચે જઈ પાર ॥૫॥
પાછળ રે’જે તું પુત્ર મારા, સામી રે’જે વળી તું સુંદરી ॥
વચ્ચેથી માંડો તમે વે’રવા, અતિશય હરખ હૈયે ભરી ॥૬॥
રાજી કરો ઋષિરાયને, કોઈ દિલ મ કરો દિલગીર ॥
મારા દુઃખને દેખી કરી, રખે નયણે ભરો કોઈ નીર ॥૭॥
મારે નથી એવું મનમાં, જે અવળું થયું આ વાર ॥
તમે શોક શીદને કરો, થાઓ વેગે વે’રવા તૈયાર ॥૮॥
એમ કહી ઊભા સ્થંભ5 બે મધ્યે, અતિ અતિ ઉતાવળા થાય ॥
તેહ જોઈને જન બીજા, કરે છે ઊભાં ત્રાય ત્રાય6 ॥૯॥
અસ્રકની7 છોળ્યું ઊડશે, રહેજ્યો છેટે સહુ નરનાર ॥
નિષ્કુળાનંદનો નાથ જોતાં, કર્યું કરવત તૈયાર ॥૧૦॥
નિષ્કુળાનંદના નાથને, એવું ગમિયું આ વાર ॥૧૦॥
The Story of Mayurdhvaj - Part 4
The Brahmin said to Kumudwati (the queen), “The body of a woman is considered the left half of her husband in the Vedas, but the lion asked for the right half. The lion said to come back with the right half of the body that is given with joy.”
The king then said, “No one speak anymore and remain happy. Time is being wasted. I have an opportunity to give half my body to a great person. How fortunate is my body that it became useful to a Brahmin! Bring the saw and start cutting my head. Son, remain behind me. My dear one, remain in front of me. Start cutting me from the middle with joy. Please the Brahmin. Do not be sorrowful. No one should shed tears seeing my misery. I have no misery in my mind that I have come upon an unfortunate time. Start cutting me hastily.”
So saying, the king stood between two pillars. Seeing the grave scene, everyone cries out in shock and stand back as blood will flow.