ધીરજાખ્યાન

કડવું – ૩૦

તેને મેં કરી બહુ બહુ વિનતિજી, પણ વાઘે ન માની મારી એક રતિજી

મારે તો પડી ત્યાં વિકટ વિપત્તિજી, તે જોઈ સિંહ કહે સુણ્ય શુભમતિજી

શુભમતિ સાંભળ્ય સહિ, મૃગપતિ1 ન મૂકે મુખથી ॥

બહુ દિને મળ્યો બાળક તારો, ઘણું પિડાણો હતો ભૂખથી ॥૨॥

એમ કરતાં હોય ઉગારવો, તો તું જાચ્ય2 જઈ ભૂપાળને ॥

આપે અંગ જો અરધું, તો મેલું તારા બાળને ॥૩॥

ત્યારે વિપ્ર કે’ મેં કહ્યું વાઘને, એ વાત મુથી કેમ થાય ॥

કદાપિ માગું હું અંગ એનું, પણ રાયે કેમ દેવાય ॥૪॥

અન્ન ધન આપે અવનિ, તે તો સત્યવાદીને છે સોયલું3

પણ અંગ કાપીને જે આપવું, એથી બીજું શું દોયલું4 ॥૫॥

વણ માગ્યાનું જે માગવું, તેનો કરવો તપાસ ॥

વે’રી5 આપે અંગ6 અધિપતિ, એવો આવે કેમ વિશ્વાસ ॥૬॥

ત્યારે વાઘ કહે એ વસમું નથી, અંગ આપશે જા તું અચિર7

આગે અસ્થિ8 દધીચિયે આપ્યાં, આપ્યું શિબિયે કાપી શરીર ॥૭॥

કર્ણે કવચ આપિયું, આપ્યું બળિયે ત્રિલોકીનું રાજ ॥

સત્યવાદીને છે સોયલું, જઈ જાચો9 નહિ પાડે તે ના જ ॥૮॥

એમ કહી ઇયાં મોકલ્યો, તરત તમારે રાય પાસ ॥

નથી મગાતું મેં મુખથી, તેમ નથી મેલાતી સુત આશ ॥૯॥

ઉભય10 સંકટ આવિયાં, એક એક થકી અધિક ॥

નિષ્કુળાનંદનો જે નાથ કરશે, તે જ થાશે અંતે ઠીક ॥૧૦॥

 

The Story of Mayurdhvaj - Part 2

“I beseeched the lion but the lion did not listen to my plea. The lion said, ‘When a lion grabs prey, it does not let go. I found food after so many days of hunger. If you want to save him, then there is one way: Go ask the king to give the [right] half of his body. Then, I will let your child go.’

“I replied to the lion, ‘How can I say such words to the king? Even if I speak such words, how can the king give me half of his body? He can give food, wealth, or land, and that is easy for a noble king. But to give half of one’s body is difficult.’

“The lion replied, ‘It is not difficult. Go and ask the king and he shall cut half his body. In the past, Dadhichi gave his bones. Shibi gave his flesh and Karna gave his armor (which was fused with his body). It is not difficult to those who are true to their word.’

“So saying, he sent me here to you. I cannot ask for such a thing from you, neither can I let go of my son. I am left with these two predicaments, each greater than the other.”

કડવું 🏠 home
કડવું ૧ ★ કડવું ૨ કડવું ૩ કડવું ૪ પદ ૧: ભક્ત થાવું રે ભગવાનનું... ★ કડવું ૫: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૬: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૭: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૮: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૨ કડવું ૯: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૦: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૧: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૨: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૩: ભક્ત સાચા ભગવાનના... કડવું ૧૩: ધ્રુવનું આખ્યાન કડવું ૧૪: ધ્રુવનું આખ્યાન કડવું ૧૫: ધ્રુવનું આખ્યાન કડવું ૧૬: ધ્રુવનું આખ્યાન પદ ૪ કડવું ૧૭: ધ્રુવનું આખ્યાન કડવું ૧૮: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૧૯: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૦: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૫: સત્યવાદી સંત સંકટને સહે... કડવું ૨૧: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૨: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૩: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૪: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૬ કડવું ૨૫: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૬ કડવું ૨૭: રંતિદેવનું આખ્યાન★ કડવું ૨૮: રંતિદેવનું આખ્યાન★ પદ ૭: કઠણ કસોટી મોટી મહારાજની... કડવું ૨૯: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૦: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૧: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૨: મયૂરધ્વજનું આખ્યાન ★ પદ ૮ ★ કડવું ૩૩: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૪: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૫: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૬: ઋભુરાયનું આખ્યાન પદ ૯: દોયલું થાવું હરિદાસ રે સંતો... કડવું ૩૭: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૮: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૯ કડવું ૪૦: જનક રાજાનું આખ્યાન પદ ૧૦: શીદને રહિયે રે કંગાલ રે સંતો... કડવું ૪૧: નળ રાજાનું આખ્યાન કડવું ૪૨: નળ રાજાનું આખ્યાન કડવું ૪૩: નળ રાજાનું આખ્યાન કડવું ૪૪: નળ રાજાનું આખ્યાન પદ ૧૧: કરિયે રાજી ઘનશ્યામ રે સંતો... કડવું ૪૫: અંબરીષ રાજાનું આખ્યાન કડવું ૪૬: વિભીષણનું આખ્યાન કડવું ૪૭: સુધનવાનું આખ્યાન કડવું ૪૮ પદ ૧૨: ધીરજ સમ નહિ ધન રે સંતો... કડવું ૪૯: જડભરતનું આખ્યાન કડવું ૫૦: જડભરતનું આખ્યાન કડવું ૫૧: શુકદેવનું આખ્યાન કડવું ૫૨: નારદમુનિનું આખ્યાન પદ ૧૩: સાચા સંતે અત્યંત રાજી... કડવું ૫૩: સનકાદિકનું આખ્યાન કડવું ૫૪: જાજળી ઋષિનું આખ્યાન કડવું ૫૫: અરુણી/ઉપમન્યુ આખ્યાન કડવું ૫૬ પદ ૧૪: સાચા ભક્તની રીત સર્વે... કડવું ૫૭: મુદ્‌ગલ ઋષિનું આખ્યાન કડવું ૫૮ કડવું ૫૯: જયદેવનું આખ્યાન★ કડવું ૬૦: જયદેવનું આખ્યાન★ પદ ૧૫: ક્ષમાવંત સંત અત્યંત સુખ... કડવું ૬૧ કડવું ૬૨ કડવું ૬૩ કડવું ૬૪ પદ ૧૬: ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને... પદ ૧૭: આજ આનંદ મારા ઉરમાં...