ધીરજાખ્યાન
કડવું – ૧૯
ષોડશ પ્રકારે કરી પૂજા અતિજી, ધૂપદીપ કરી ઉતારી આરતિજી
પછી હાથ જોડી કરી વિનંતિજી, માગોમાગો મુજથી મોટા મહામતિજી
માગો કાંઈક મુજ પાસથી, તેહ આપું તમને આજ ॥
ત્યારે મુનિ બોલિયા, આપ્ય તારું સર્વે રાજ ॥૨॥
પૂછ રાણી કુંવર તારાને, સહુ હોય રાજી રળિયાત ॥
તો મેં જે માગ્યું તે આપજ્યે, નહિ તો ન કર્ય મુખથી વાત ॥૩॥
રાજ્ય દઈને રાંક થાશો, નહિ મળે અંબર1 અન્ન આહાર ॥
અણતોળ્યું દુઃખ આવશે, નહિ રહે સત્ય કેરો વિચાર ॥૪॥
ત્યારે રાય રાણી કુંવરે, કર્યો એમ વિચાર ॥
આપો સહુ રાજ્ય એહને, રાખો સત્ય નિરધાર ॥૫॥
ત્યારે રાય કહે છે ઋષિને, આપ્યું રાજ્ય સાજ સર્વે સમૃદ્ધિ ॥
ત્યારે ઋષિ બોલિયા જોઈએ, તેહ ઉપર દક્ષિણા દીધિ2 ॥૬॥
ત્યારે રાય બોલિયા, દેશું સુવર્ણ ત્રણ ભાર ॥
ત્યારે ઋષિ કહે આપ્ય હમણાં, મ કર્ય વેળ લગાર ॥૭॥
રાજ્ય સાજ સમૃદ્ધિ મારી, એથી બા’ર હોય કાંય તુજતણું ॥
આપ્ય તે ઉતાવળું, એમ ઘાંઘો કીધો3 ઘણું ॥૮॥
ત્યારે રાય કહે આ રાજ્યમાં તો, અમારું નથી અણુંભાર ॥
કુંવર રાણી આ દેહ મારું, એ છે દીધાં થકી બા’ર ॥૯॥
ત્યારે રાય ઋષિને કહે, વેચી અમને ધન લઈયે ॥
નિષ્કુળાનંદ ત્યારે ઋષિ કહે, ચાલો સહુ કાશીએ જઈયે ॥૧૦॥
The Story of Harishchandra - Part 2
Harischandra performed Vishwamitra’s puja and arti. He then told Vishwamitra to ask him for anything. The muni replied, “Give me your entire kingdom. Ask your queen and son first. If they are willing, then give me your entire kingdom. Otherwise, don’t tell me to ask for anything. You will become a servant and you will not find clothes or food after you give me your kingdom. You will lose your noble thoughts.”
The king, queen, and son thought to give away their kingdom and keep true to their word. He told the rishi, “I give you my kingdom and all its wealth.”
The rishi then said, “Give me dakshina (gift given to a guru) in addition to this.”
The king said he would give gold. The rishi said, “Give it to me immediately, do not delay. This kingdom and its wealth is mine. Give me that which is not part of what you have given to me.”
The rishi put Harishchandra in a bind.
The king conceded, “There is nothing of mine in this kingdom except my body, the queen and my son are not part of the kingdom.”
The rishi said, “Very well. I will sell all of you and obtain wealth in return. Let us go to Kashi.”