ધીરજાખ્યાન

કડવું – ૫૫

અરુણી ઉપમન્યુ આપત્યધૌમ્યના શિષ્યજી, ગુરુ આગન્યામાં વરતે અહોનિશજી

જાય અન્ન જાચવા હરખે હંમેશજી, આણી આપે ગુરુને નાપે ગુરુ તેને લેશજી

લેશ ન આપે જ્યારે શિષ્યને, શિષ્ય જાચે અન્ન પછી જઈ ॥

ત્યારે ગુરુ કહે ગરીબ ગૃહસ્થને, ફરી ફરી પીડવા નહિ ॥૨॥

ત્યારે પય પળી1 પીને વળી, કરે છે તેહ નિરવાહ ॥

ત્યારે ગુરુએ પય વત્સફીણની,2 પાડી છે ચોખી નાહ ॥૩॥

પછી ખાધાં તેણે ક્ષુધામાંહિ,3 અર્ક4 પાન થયા તેહ અંધ ॥

વનથી આવતાં વાટમાં, પડી ગયા છે કૂપ મધ્ય ॥૪॥

આવ્યાની વેળા વહી ગઈ, ત્યારે ગોતવા ગુરુ નીસર્યા ॥

પોકાર કરતાં પડેલ કૂવામાં, સામસામા સાદ કર્યા ॥૫॥

પછી કૂવામાંથી કાઢી કહ્યું, ઉપમન્યું તું છે મારો દાસ ॥

મને તે પ્રસન્ન કર્યો, હવે માગ્ય કાંઈક મુજ પાસ ॥૬॥

એમ ગુરુની આગન્યા, જે પાળે પરમ સુજાણ ॥

નિરવિઘન તે નર થઈ, પામે પદ નિરવાણ ॥૭॥

મન ગમતું મેલી કરી, રહે આજ્ઞાને અનુસાર ॥

તેજ શિષ્ય સાચા ખરા, બીજા સરવે સંતાપનાર ॥૮॥

કુક્કર5 કાનના કીટ6 સરિખા, શિષ્ય ન થાવું સમઝી ॥

ગુરુ વાળે તેમ વળવું, અહંતા મમતા મનની તજી ॥૯॥

ગુરુકૃપાએ સુખ પામિયે, ગુરુકૃપાયે ઉપજે જ્ઞાન ॥

નિષ્કુળાનંદ ગુરુ કૃપા કરે, તો આપે અવિચળ દાન ॥૧૦॥

કડવું 🏠 home
કડવું ૧ ★ કડવું ૨ કડવું ૩ કડવું ૪ પદ ૧: ભક્ત થાવું રે ભગવાનનું... ★ કડવું ૫: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૬: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૭: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૮: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૨ કડવું ૯: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૦: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૧: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૨: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૩: ભક્ત સાચા ભગવાનના... કડવું ૧૩: ધ્રુવનું આખ્યાન કડવું ૧૪: ધ્રુવનું આખ્યાન કડવું ૧૫: ધ્રુવનું આખ્યાન કડવું ૧૬: ધ્રુવનું આખ્યાન પદ ૪ કડવું ૧૭: ધ્રુવનું આખ્યાન કડવું ૧૮: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૧૯: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૦: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૫: સત્યવાદી સંત સંકટને સહે... કડવું ૨૧: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૨: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૩: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૪: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૬ કડવું ૨૫: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૬ કડવું ૨૭: રંતિદેવનું આખ્યાન★ કડવું ૨૮: રંતિદેવનું આખ્યાન★ પદ ૭: કઠણ કસોટી મોટી મહારાજની... કડવું ૨૯: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૦: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૧: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૨: મયૂરધ્વજનું આખ્યાન ★ પદ ૮ ★ કડવું ૩૩: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૪: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૫: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૬: ઋભુરાયનું આખ્યાન પદ ૯: દોયલું થાવું હરિદાસ રે સંતો... કડવું ૩૭: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૮: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૯ કડવું ૪૦: જનક રાજાનું આખ્યાન પદ ૧૦: શીદને રહિયે રે કંગાલ રે સંતો... કડવું ૪૧: નળ રાજાનું આખ્યાન કડવું ૪૨: નળ રાજાનું આખ્યાન કડવું ૪૩: નળ રાજાનું આખ્યાન કડવું ૪૪: નળ રાજાનું આખ્યાન પદ ૧૧: કરિયે રાજી ઘનશ્યામ રે સંતો... કડવું ૪૫: અંબરીષ રાજાનું આખ્યાન કડવું ૪૬: વિભીષણનું આખ્યાન કડવું ૪૭: સુધનવાનું આખ્યાન કડવું ૪૮ પદ ૧૨: ધીરજ સમ નહિ ધન રે સંતો... કડવું ૪૯: જડભરતનું આખ્યાન કડવું ૫૦: જડભરતનું આખ્યાન કડવું ૫૧: શુકદેવનું આખ્યાન કડવું ૫૨: નારદમુનિનું આખ્યાન પદ ૧૩: સાચા સંતે અત્યંત રાજી... કડવું ૫૩: સનકાદિકનું આખ્યાન કડવું ૫૪: જાજળી ઋષિનું આખ્યાન કડવું ૫૫: અરુણી/ઉપમન્યુ આખ્યાન કડવું ૫૬ પદ ૧૪: સાચા ભક્તની રીત સર્વે... કડવું ૫૭: મુદ્‌ગલ ઋષિનું આખ્યાન કડવું ૫૮ કડવું ૫૯: જયદેવનું આખ્યાન★ કડવું ૬૦: જયદેવનું આખ્યાન★ પદ ૧૫: ક્ષમાવંત સંત અત્યંત સુખ... કડવું ૬૧ કડવું ૬૨ કડવું ૬૩ કડવું ૬૪ પદ ૧૬: ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને... પદ ૧૭: આજ આનંદ મારા ઉરમાં...