ધીરજાખ્યાન

કડવું – ૩૮

શિબિ રાજા છે દયાનો નિવાસજી, પાપ કરતાં પામે બહુ ત્રાસજી

તેણે કેમ અપાય મારી પરમાંસજી,1 તેનો તન મનમાં કર્યો તપાસજી

તપાસ કરી તને મને, ત્રાજુ મગાવ્યાં તે વાર ॥

કાતું2 લઈ માંડ્યું કાપવા, આપવા આમિષ3 હોલાભાર ॥૨॥

કાપી કાપી રાયે આપિયું, સર્વે શરીરનું માંસ ॥

તોય ત્રાજુ નવ ઊપડ્યું, તેહ હોલો બેઠો છે જેહ પાસ ॥૩॥

ત્યારે રાયે વિચારિયું, આ તો કપોત કારણરૂપ4 રે ॥

માટે આપું અંગ આખું એને, એમ કહે છે વળી ભૂપ રે ॥૪॥

ત્યારે બેઠા રાય જઈ ત્રાજવે, હુવો5 લોકમાં હાહાકાર ॥

ત્યારે હોલો ટળી હુતાશન હવો, હવો શકરો શક્ર તે વાર ॥૫॥

ત્યારે ઇન્દ્ર કહે ધન્ય ધન્ય રાજા, તું જેવો નથી બીજો એક ॥

તન અભિમાની તું નહિ, અમે જોયું કરી વિવેક ॥૬॥

સત્ય ધર્મ નીમ ટેક તારી, ભારે ધારી ભલી તમે ભૂપ ॥

તન તજી બ્રહ્મલોક જાશો, થાશો બ્રહ્મસ્વરૂપ ॥૭॥

પે’લું વે’લું લિયે પારખું, પછી દિયે છે અભયદાન ॥

એવા સંકટને સહન કરતાં, જાણો નથી કાંઈ જ્યાન6 ॥૮॥

વામને બાંધ્યા બળિરાયને, પછી પોતે બંધાણા બહુ પેર ॥

હજી સુધી હેતે કરી, હરિ રહે છે એને ઘેર ॥૯॥

એમ વર દઈ સુરેશ ગયા, થયો અતિ જયજયકાર ॥

નિષ્કુળાનંદ હરિભક્તને, ગ્રહી લેવું એવું સાર ॥૧૦॥

 

The Story of King Shibi

King Shibi was compassionate and feared committing sin. How could he think of giving the hawk the dove in his lap. He thought about it and had a scale and knife brought. He started cutting his flesh equal to the dove’s weight. However, the pan the dove sat on would not budge, no matter how much of his flesh he put in the balancing pan.

The king thought this dove must be a divine being because the pan is not budging. He decided to give all of his flesh. He himself sat on the scale. All of the people were astonished by the king’s selfless act. The dove transformed into Agnidev and the hawk transformed into Indradev. Indra said, “Blessed are you, O King! There is no one else like you. You are not even slightly vain as we have observed. You are true to your word. You will ascend to Brahmalok when you die and become brahmarup.”

With this boon, Indra and Agni left.

કડવું 🏠 home
કડવું ૧ ★ કડવું ૨ કડવું ૩ કડવું ૪ પદ ૧: ભક્ત થાવું રે ભગવાનનું... ★ કડવું ૫: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૬: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૭: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૮: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૨ કડવું ૯: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૦: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૧: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૨: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૩: ભક્ત સાચા ભગવાનના... કડવું ૧૩: ધ્રુવનું આખ્યાન કડવું ૧૪: ધ્રુવનું આખ્યાન કડવું ૧૫: ધ્રુવનું આખ્યાન કડવું ૧૬: ધ્રુવનું આખ્યાન પદ ૪ કડવું ૧૭: ધ્રુવનું આખ્યાન કડવું ૧૮: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૧૯: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૦: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૫: સત્યવાદી સંત સંકટને સહે... કડવું ૨૧: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૨: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૩: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૪: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૬ કડવું ૨૫: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૬ કડવું ૨૭: રંતિદેવનું આખ્યાન★ કડવું ૨૮: રંતિદેવનું આખ્યાન★ પદ ૭: કઠણ કસોટી મોટી મહારાજની... કડવું ૨૯: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૦: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૧: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૨: મયૂરધ્વજનું આખ્યાન ★ પદ ૮ ★ કડવું ૩૩: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૪: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૫: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૬: ઋભુરાયનું આખ્યાન પદ ૯: દોયલું થાવું હરિદાસ રે સંતો... કડવું ૩૭: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૮: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૯ કડવું ૪૦: જનક રાજાનું આખ્યાન પદ ૧૦: શીદને રહિયે રે કંગાલ રે સંતો... કડવું ૪૧: નળ રાજાનું આખ્યાન કડવું ૪૨: નળ રાજાનું આખ્યાન કડવું ૪૩: નળ રાજાનું આખ્યાન કડવું ૪૪: નળ રાજાનું આખ્યાન પદ ૧૧: કરિયે રાજી ઘનશ્યામ રે સંતો... કડવું ૪૫: અંબરીષ રાજાનું આખ્યાન કડવું ૪૬: વિભીષણનું આખ્યાન કડવું ૪૭: સુધનવાનું આખ્યાન કડવું ૪૮ પદ ૧૨: ધીરજ સમ નહિ ધન રે સંતો... કડવું ૪૯: જડભરતનું આખ્યાન કડવું ૫૦: જડભરતનું આખ્યાન કડવું ૫૧: શુકદેવનું આખ્યાન કડવું ૫૨: નારદમુનિનું આખ્યાન પદ ૧૩: સાચા સંતે અત્યંત રાજી... કડવું ૫૩: સનકાદિકનું આખ્યાન કડવું ૫૪: જાજળી ઋષિનું આખ્યાન કડવું ૫૫: અરુણી/ઉપમન્યુ આખ્યાન કડવું ૫૬ પદ ૧૪: સાચા ભક્તની રીત સર્વે... કડવું ૫૭: મુદ્‌ગલ ઋષિનું આખ્યાન કડવું ૫૮ કડવું ૫૯: જયદેવનું આખ્યાન★ કડવું ૬૦: જયદેવનું આખ્યાન★ પદ ૧૫: ક્ષમાવંત સંત અત્યંત સુખ... કડવું ૬૧ કડવું ૬૨ કડવું ૬૩ કડવું ૬૪ પદ ૧૬: ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને... પદ ૧૭: આજ આનંદ મારા ઉરમાં...