ધીરજાખ્યાન

કડવું – ૨૦

વિશ્વામિત્ર કહે વીતશે એક માસજી, ત્યારે હું આવીશ તમારી પાસજી

ત્યાં સુધી કરજો કાશી માંહી વાસજી, પછી હું વેચીશ કરી તપાસજી

તપાસ કરીશ હું ત્રણેનો, પછી વેચીશ વિગતે કરી ॥

ત્યારે ત્રણે ચાલ્યાં ત્યાં થકી, દૃઢ ધીરજ મનમાં ધરી ॥૨॥

રાજા રાણી કુંવરનાં છે, અતિ કોમળ અંગ ॥

સો સો સેવા જેની કરતા, નથી તેને સેવક એક સંગ ॥૩॥

કાંટા કાંકરા આકરા અતિ, ખાડા ખડિયા ઠેશું ઠબકે1

ગોખરું2 ભ્રંઠ3 ડાભ4 શૂળિયા, લાગે પગમાં લોહી ટબકે ॥૪॥

તપે ભૂમિ તીખી અતિ, તેમાં નથી ચલાતું ચરણે ॥

બળે તળાં બે પગનાં, તેણે ઢળી પડે છે ધરણે ॥૫॥

ઉપર તીખો પ્રલય સરિખો, ઊગ્યો અર્ક અગ્નિ લઈ ॥

પાણી ન મળે પ્યાસે મરે, અન્ન વિના દિન ગયા કંઈ ॥૬॥

પ્યાસ ભૂખની પીડા થકી, નક્કી દિલે નથી ડોલતાં5

અડવડે6 લડથડે પડે તોય, કાયર વાયક7 નથી બોલતાં ॥૭॥

વાટમાં બહુ વિઘન કરવા, સત્ય મુકાવવા સામા મળે ॥

ત્રણેની એક ટેક છે, તે ચળાવ્યાં પણ નવ ચળે ॥૮॥

સહ્યાં ન જાય શરીરમાંહે, એવાં બીજા કષ્ટ આવે બહુ ॥

તોય દુઃખી ન માને દિલમાં, એવાં શ્રદ્ધાવાળાં છે સહુ ॥૯॥

દુઃખ તણા દરિયાવ માંહી, ત્રણે પડિયાં છે તળે8

નિષ્કુળાનંદ કહે ધન્ય ધીરજ, એમ કહ્યું સંત સઘળે ॥૧૦॥

 

The Story of Harishchandra - Part 3

Vishwamitra said, “I will come to you after one month passes. Till then, find your way and stay in Kashi while I find a suitable place to sell each of you.” The three of them left bearing patience and strength.

They were served by hundreds of servants. Now they have none. They walk bear-footed on thorns, rocks, the scorching ground, etc. Sometimes they fall unable to bear the heat. They cannot find water and spent days without food. Though hungry and thirsty, their hearts do not sway. They do not say discouraging words. They meet many people on the way who try to give up their nobility and honesty. Nevertheless, all three have the same resolve. They do not consider themselves miserable, although they have fallen into an ocean of misery. They maintain extreme faith.

કડવું 🏠 home
કડવું ૧ ★ કડવું ૨ કડવું ૩ કડવું ૪ પદ ૧: ભક્ત થાવું રે ભગવાનનું... ★ કડવું ૫: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૬: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૭: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૮: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૨ કડવું ૯: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૦: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૧: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૨: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૩: ભક્ત સાચા ભગવાનના... કડવું ૧૩: ધ્રુવનું આખ્યાન કડવું ૧૪: ધ્રુવનું આખ્યાન કડવું ૧૫: ધ્રુવનું આખ્યાન કડવું ૧૬: ધ્રુવનું આખ્યાન પદ ૪ કડવું ૧૭: ધ્રુવનું આખ્યાન કડવું ૧૮: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૧૯: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૦: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૫: સત્યવાદી સંત સંકટને સહે... કડવું ૨૧: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૨: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૩: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૪: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૬ કડવું ૨૫: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૬ કડવું ૨૭: રંતિદેવનું આખ્યાન★ કડવું ૨૮: રંતિદેવનું આખ્યાન★ પદ ૭: કઠણ કસોટી મોટી મહારાજની... કડવું ૨૯: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૦: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૧: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૨: મયૂરધ્વજનું આખ્યાન ★ પદ ૮ ★ કડવું ૩૩: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૪: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૫: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૬: ઋભુરાયનું આખ્યાન પદ ૯: દોયલું થાવું હરિદાસ રે સંતો... કડવું ૩૭: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૮: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૯ કડવું ૪૦: જનક રાજાનું આખ્યાન પદ ૧૦: શીદને રહિયે રે કંગાલ રે સંતો... કડવું ૪૧: નળ રાજાનું આખ્યાન કડવું ૪૨: નળ રાજાનું આખ્યાન કડવું ૪૩: નળ રાજાનું આખ્યાન કડવું ૪૪: નળ રાજાનું આખ્યાન પદ ૧૧: કરિયે રાજી ઘનશ્યામ રે સંતો... કડવું ૪૫: અંબરીષ રાજાનું આખ્યાન કડવું ૪૬: વિભીષણનું આખ્યાન કડવું ૪૭: સુધનવાનું આખ્યાન કડવું ૪૮ પદ ૧૨: ધીરજ સમ નહિ ધન રે સંતો... કડવું ૪૯: જડભરતનું આખ્યાન કડવું ૫૦: જડભરતનું આખ્યાન કડવું ૫૧: શુકદેવનું આખ્યાન કડવું ૫૨: નારદમુનિનું આખ્યાન પદ ૧૩: સાચા સંતે અત્યંત રાજી... કડવું ૫૩: સનકાદિકનું આખ્યાન કડવું ૫૪: જાજળી ઋષિનું આખ્યાન કડવું ૫૫: અરુણી/ઉપમન્યુ આખ્યાન કડવું ૫૬ પદ ૧૪: સાચા ભક્તની રીત સર્વે... કડવું ૫૭: મુદ્‌ગલ ઋષિનું આખ્યાન કડવું ૫૮ કડવું ૫૯: જયદેવનું આખ્યાન★ કડવું ૬૦: જયદેવનું આખ્યાન★ પદ ૧૫: ક્ષમાવંત સંત અત્યંત સુખ... કડવું ૬૧ કડવું ૬૨ કડવું ૬૩ કડવું ૬૪ પદ ૧૬: ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને... પદ ૧૭: આજ આનંદ મારા ઉરમાં...