ધીરજાખ્યાન

કડવું – ૬૦

પછી એના શિષ્ય થયા ભૂપાળજી, એમ કરતાં પાછો પડી ગયો કાળજી1

આવ્યા એ ચોરટા સાધુ થઈ ઘાલી માળજી, તેને ઓળખ્યા જયદેવે તતકાળજી

તતકાળ એને ઓળખી, બહુ બહુ કરાવે છે સેવ ॥

ત્યારે ચોરટે પણ જાણિયું, આ ખરો ખૂની જયદેવ ॥૨॥

આવ્યા અરિના2 હાથમાં, હવે ઊગર્યાની આશા સહિ ॥

જોઈ અપરાધ આપણો, માર્યા વિના એ મૂકે નહિ ॥૩॥

પાપીને પાપ પોતા તણાં, આવ્યાં નજરે તે નિરધાર ॥

કહો ભાઈ કેમ કરશું, એમ ચિંતવે છે ચોર ચાર ॥૪॥

પછી ચોરે ચાલવાનું કર્યું, ત્યારે અપાવ્યાં ઘઉં ગાડાં ભરી ॥

આગળ જઈ ક્યાંક ઊતર્યા, ગાડાવાળાને વાત કરી ॥૫॥

જયદેવ જાતનો ઝાંપડો,3 રાજાના ગુન્હામાં આવ્યો હતો ॥

અમને સોંપ્યો હતો મારવાને, ત્યારે અમે મેલ્યો એને જીવતો ॥૬॥

તે ગુણે આપ્યાં ઘઉંનાં ગાડલાં, વળી બીન્યો પણ મનમાં સહી ॥

જાણ્યું એમ મારી જાતનું, રખે રાજાને આપે કહી ॥૭॥

એમ કહેતાં ફાટી અવનિ, પહોંચ્યા ચોર ચારે પાતાળ ॥

ગાડાં વાળી ઘેર લાવિયા, કહ્યું વૃત્તાંત થયું તેહ કાળ ॥૮॥

ત્યારે જયદેવે ઘસ્યા કર ચરણને, થયા સાજા તે સમયે સોય ॥

જુવો વિચારી જન મને, એવા ક્ષમાવાન કોણ હોય ॥૯॥

સાચા જન તેને જાણિયે, ખરી ક્ષમા રાખે મનમાંયે ॥

નિષ્કુળાનંદના નાથને, એથી વા’લું નથી બીજું કાંયે ॥૧૦॥

 

The Story of Jaydev

Meanwhile, the thieves came disguised as sadhus. Jaydev recognized them and served them. The thieves still thought Jaydev had ill intentions for serving them. The thieves thought it was best for them to leave. Jaydev gave them cartsful of grains to take with them. As they traveled, the thieves spun a story to the driver of the bullock cart, “Jaydev was guilty of a crime and the king asked them to kill him. However, we let him go instead. So Jaydev, recognized us and became fearful we may expose him to the king. To keep us silent, he gave us cartsful of grains.” As they spoke this false story, the earth ripped open and consumed the four thieves.

The driver came back with the carts of grains and told the story the king. Jaydev felt compassion for the thieves that they died on his account, although he was innocent. As he repented their death, his hands and feet recovered and he became whole again. Jaydev’s story is an example of forgiveness.

કડવું 🏠 home
કડવું ૧ ★ કડવું ૨ કડવું ૩ કડવું ૪ પદ ૧: ભક્ત થાવું રે ભગવાનનું... ★ કડવું ૫: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૬: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૭: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૮: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૨ કડવું ૯: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૦: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૧: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૨: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૩: ભક્ત સાચા ભગવાનના... કડવું ૧૩: ધ્રુવનું આખ્યાન કડવું ૧૪: ધ્રુવનું આખ્યાન કડવું ૧૫: ધ્રુવનું આખ્યાન કડવું ૧૬: ધ્રુવનું આખ્યાન પદ ૪ કડવું ૧૭: ધ્રુવનું આખ્યાન કડવું ૧૮: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૧૯: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૦: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૫: સત્યવાદી સંત સંકટને સહે... કડવું ૨૧: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૨: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૩: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૪: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૬ કડવું ૨૫: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૬ કડવું ૨૭: રંતિદેવનું આખ્યાન★ કડવું ૨૮: રંતિદેવનું આખ્યાન★ પદ ૭: કઠણ કસોટી મોટી મહારાજની... કડવું ૨૯: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૦: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૧: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૨: મયૂરધ્વજનું આખ્યાન ★ પદ ૮ ★ કડવું ૩૩: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૪: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૫: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૬: ઋભુરાયનું આખ્યાન પદ ૯: દોયલું થાવું હરિદાસ રે સંતો... કડવું ૩૭: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૮: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૯ કડવું ૪૦: જનક રાજાનું આખ્યાન પદ ૧૦: શીદને રહિયે રે કંગાલ રે સંતો... કડવું ૪૧: નળ રાજાનું આખ્યાન કડવું ૪૨: નળ રાજાનું આખ્યાન કડવું ૪૩: નળ રાજાનું આખ્યાન કડવું ૪૪: નળ રાજાનું આખ્યાન પદ ૧૧: કરિયે રાજી ઘનશ્યામ રે સંતો... કડવું ૪૫: અંબરીષ રાજાનું આખ્યાન કડવું ૪૬: વિભીષણનું આખ્યાન કડવું ૪૭: સુધનવાનું આખ્યાન કડવું ૪૮ પદ ૧૨: ધીરજ સમ નહિ ધન રે સંતો... કડવું ૪૯: જડભરતનું આખ્યાન કડવું ૫૦: જડભરતનું આખ્યાન કડવું ૫૧: શુકદેવનું આખ્યાન કડવું ૫૨: નારદમુનિનું આખ્યાન પદ ૧૩: સાચા સંતે અત્યંત રાજી... કડવું ૫૩: સનકાદિકનું આખ્યાન કડવું ૫૪: જાજળી ઋષિનું આખ્યાન કડવું ૫૫: અરુણી/ઉપમન્યુ આખ્યાન કડવું ૫૬ પદ ૧૪: સાચા ભક્તની રીત સર્વે... કડવું ૫૭: મુદ્‌ગલ ઋષિનું આખ્યાન કડવું ૫૮ કડવું ૫૯: જયદેવનું આખ્યાન★ કડવું ૬૦: જયદેવનું આખ્યાન★ પદ ૧૫: ક્ષમાવંત સંત અત્યંત સુખ... કડવું ૬૧ કડવું ૬૨ કડવું ૬૩ કડવું ૬૪ પદ ૧૬: ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને... પદ ૧૭: આજ આનંદ મારા ઉરમાં...